રાજપીપળા : લોકરક્ષક દળ ની પરીક્ષા રદ થતા લાખો વિદ્યાર્થીઓ અટવાયા હતા ત્યારે સમગ્ર રાજ્ય માં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો, વિવિધ જગ્યાઓ એ વિરોધ પણ થયો છે જેમાં નર્મદા યુથ કોંગ્રેસ ના કાર્યકરો એ પણ વિરોધ ના સુર પૂર્યા છે
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા લોકરક્ષક દળ ની પરીક્ષાના પેપર લીક થવાના વિરોધ માં સફેદટાવર વિસ્તાર માં સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાંર કર્યા હતા, અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ના રાજીનામાં ની માંગ કરી હતી, જેમાં એન એસ યુ આઈ ના જિલ્લા પ્રમુખ નિકુંજ વસાવા,નર્મદા યૂથ કૉંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, નાંદોદ વિધાનસભા પ્રમુખ અજય વસાવા,મહામંત્રી અમિતભાઈ માલી , એન એસ યુ આઈ ના પ્રદેશ પ્રમુખ મોહીન શેખ તથા યૂથ કોંગ્રેસના આગેવાન જીજ્ઞેશ વસાવા તથા મોટી સંખ્યા માં કોંગ્રેસ ના યુવા કાર્યકર્તા જોડાયા હતા
બોક્ષ : નર્મદા જિલ્લા NSUI પ્રમુખ નિકુંજ વસાવાએ જણાવ્યું હતું કે લોક રક્ષક દળ ની પરીક્ષા મા ભ્રષ્ટ ગુજરાત સરકારના ભાજપના મળતીયાઓ દ્વારા પેપર લીક કરાતા રદ થઈ તેમાં જેમની સાથે અન્યાય થયો તેવા નવ લાખ જેવા વિદ્યાર્થીઓ ને ખર્ચો આપો તથા દોષીતો ને સજા કરો તથા મુખ્યમંત્રી માફી માંગે અને મુખ્યમંત્રી રાજીનામુ આપે તેવી માંગ કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




