ભક્તોના વિરોધ વચ્ચે પ્રતિબંધિત વયજૂથની મહિલાઓ દર્શન કર્યા વગર પરત ફરી

0
5

સબરીમાલા મંદિર વિવાદ
કોચ્ચી,તા.૨૩
કેરળના સબરીમાલા મંદિરથી એકવાર ફરી પ્રતિબંધિત વય વર્ગ (૧૦-૫૦)ની મહિલાઓને દર્શન કર્યા વગર પાછા ફરવું પડ્યું હતું. ચેન્નાઇ સ્થિત સંગઠન મનિથિ તરફથી અહીં દર્શન કરવા પહોંચેલી ૧૧ મહિલાઓને અયપ્પાના ભક્તોનો કડક વિરોધ કર્યા બાદ પરત ફરવું પડ્યું હતું. કડક સુરક્ષા વચ્ચે પોલીસની ટીમની સાથે આ મહિલાઓ પંબા બેસ કેમ્પથી પાછી ફરી છે. પોલીસે આ વાતની પુષ્ટિ પણ કરી છે.
રવિવારે સવારે સંગઠન સાથે જાડાયેલી આ ૧૧ મહિલાઓનો અહીં પંબા બેસ કેમ્પ પહોંચ્યા બાદ અયપ્પા ભક્તોએ તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. જાકે, મહિલા ભક્તોએ અપીલમાં કહ્યું છે કે, તે જલ્દીથી મંદિરમાંથી પાછી ફરશે, પરંતુ ભારે વિરોધની વચ્ચે તેમને આગળ જવા દીધા ન હતા. આ દરમિયાન અમુક મહિલાઓએ પોલીસ પર પણ સુરક્ષા નહીં આપવાનો આરોપ લગાવ્યો છે.
મહિલાઓના જૂથમાં સામેલ સેલ્વીએ કહ્યું કે અમે લોકો અહીં સવારે ૩.૩૦ વાગે પહોંચ્યા હતા. પોલીસ તરફથી અમને સુરક્ષાનું આશ્વાસન મળ્યું હતું. પરંતુ હવે અમે મંદિર તરફ જવા લાગ્યા ત્યારે અમને સુરક્ષા આપવામાં આવી રહી નથી. બીજી તરફ તણાવની સ્થિતિને જોતા પથાનામથિટ્ટા જિલ્લામાં કલમ ૧૪૪ને હવે ૨૭ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. સુરક્ષાને લઇને અહીં મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત છે.
તમને જણાવી દઇએ કે, કેરળમાં વાર્ષિક મંડલા પૂજાના આયોજન પહેલા અહીં ભગવાન અયપ્પા મંદિરમાં મોટી ભીડ જાવામાં આવી રહી છે. શુક્રવારે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહાડી મંદિર પહોંચ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY