સુરત રેપ કેસ : બાળકીની ઓળખ થાય તે માટે સાડીના પેકેટ પર ફોટા લગાવ્યા

0
75

સુરત,
તા.૧૭/૪/૨૦૧૮

ઉન્નાવ અને કઠુઆમાં રેપનો કિસ્સો હજી તાજા જ છે, આ બે કિસ્સાને કારણે દેશભરમાં લોકોમાં મહિલા સલામતીને મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સુરતની માસુમ બાળા ન્યાય તો દૂર, પોતાની ઓળખ માટે જ હજી ઝઝૂમી રહી છે. માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેણીનું મોઢું અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો હતો. સુરતમાં ૬ એપ્રિલના રોજ વહેલી સવારે બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આજદિન સુધી આ બાળકીની ઓળખ થઈ શકી નથી. ત્યારે બાળકીની ઓળખાણ માટે સુરતના વેપારીઓએ પહેલ કરી છે.

સુરતના વેપારીઓએ બાળકીની ઓળખ વહેલી તકે થાય તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. સુરતના રઘુકુળ માર્કેટના વેપારીઓએ સાડીના પેકેટ પર બાળકીના ફોટો લગાવ્યા છે. જેથી આ સાડીઓ અન્ય રાજ્યો કે શહેરોમાં જ્યાં જ્યાં વેચાવા જાય, ત્યાં લોકો તેનાથી માહિતગાર બને અને બાળકીને કોઈ ઓળખતું હોય તો તેના સમાચાર આપે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા ૨૫ હજારના ઈનામની પણ જાહેરાત કરાઈ છે. આ સાડીના પાર્સલને ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ મોકલાશે. તેમજ બિહાર અને ઝારખંડ ખાતે પણ આ સાડીના પાર્સલ પણ મોકલાશે, જેથી બાળકીની ઓળખ વહેલીતકે થાય.

સુરતના ભેસ્તાનમાં પ્રિયંકાગ્રીન પાર્ક રોડ ઉપર સાઇમોહન આવાસમાં ખુલ્લી જગ્યામાં વહેલી સવારે એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. લગભગ સાડા છ વાગ્યાના અરસામાં કોઇ રાહદારીની નજર આ બાળકી ઉપર પડી હતી. શરીરે ઇજા હોવાથી તેના ઉપર કોઇએ હુમલો કર્યાની આશંકા સાથે લોકોએ પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ફોરેન્સક વિભાગમાં માહિતી મળી હતી કે, બાળકી સાથે ખૂબ ક્રૂર વ્યવહાર કરાયો હોય એવું જણાઈ આવે છે. તેણી સાથે બળાત્કાર થયાના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત બળાત્કાર દરમિયાન કે અગાઉ માસૂમ સાથે મારપીટ કરવામાં આવી હતી. તેણીના શરીરે ઇજાના નિશાન પણ મળ્યા છે. ૧૧ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરી ફેંકી દેવામાં આવી હતી. જેમાં રિપોર્ટમાં એક નવો ખુલાસો થયો હતો કે, બાળકીને ક્રુરતાપુર્વક ટોર્ચર કરવામાં આવી હતી. અને બાળકીના શરીર પરથી ૮૬ જેટલા ઈજાના નિશાન મળી આવ્યા છે. જેમાં પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈજા નિશાન મળી આવ્યા છે.

સુરતના રહીશોએ બાળકીને ન્યાય અપાવવા માટે શનિવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી હતી. વરાછાના હીરા બાગ સર્કલથી રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ રેલીમાં જાડાયા હતા. બળાત્કારીઓને ફાંસી આપવાની રહિશોએ માંગ કરી હતી. જેના બાદ જાગેલી પોલીસે બીજા દિવસે રવિવારે પત્રકાર પરિષદ યોજીને બાળકીની તપાસ અંગે માહિતી આપી હતી. આ ઘટના ઉજાગર થતા ગુજરાતના અનેક શહેરોમાં અવેરનેસ કાર્યક્રમો અને બાળકીને ન્યાય અપાવતા કાર્યક્રમો યોજાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY