નસીબ….૭૨ વર્ષના લાંબા સમયગાળા બાદ પતિ-પત્નીનું મિલન થયુ

0
24

દંપતિના લગ્ન થયા ત્યારે શારદા માત્ર ૧૩ અને નારાયણન ૧૭ વર્ષના હતા
૭૨ વર્ષના લાંબા સમયગાળા બાદ કેરળના પારસિનિકાદવૂમાં શારદાના પુત્ર ભાર્ગવનના ઘરે દંપતિ એકબીજાને મળ્યા હતા
કોચ્ચી,તા.૨૯
માન્યામાં ના આવે પણ કેરળમાં ખેવાયેલા પતિ-પત્ની છેક ૭૨ વર્ષ બાદ હવે એક બીજાને મળ્યાં છે. ૯૩ વર્ષીય ઈકે નારાયણન નામ્બિયાર ૧૯૪૬માં કેરળના એક કવુમ્બઈ ગામમાં ખેડૂત આંદોલન દરમિયાન જેલમાં જવાના કારણે પત્ની શારદ (હાલ ૮૯ વર્ષ)થી છુટા પડી ગયા હતાં.
જ્યારે આ દંપત્તિના લગ્ન થયા ત્યારે શારદા માત્ર ૧૩ વર્ષના હતાં જ્યારે નારાયણન ૧૭ વર્ષના. હવે ૭૨ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયા બાદ કેરળના પારસિનિકાદવૂમાં શારદાના પુત્ર ભાર્ગવનના ઘરે નારાયણન અને શારદા એકબીજાને મળ્યાં હતાં. આટલા વર્ષો બાદ એકબીજાને જાતા બંને ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. હજારો એવી વાતો કે જે બંનેને એકબીજાને કહેવાની ઓવા છતાંયે બંને એકદમ મૌન બની ગયા હતાં.
શારદાએ આંસૂ લુછતા કહ્યું હતું કે, મારા મનમાં નારાયણનને લઈને કોઈ જ ગુસ્સો નથી. હું કોઈનાથી નારાજ પણ નથી. શારદા સાથે લગ્નના ૧૦ મહિના બાદ જ નારાયણન અને તેમના પિતા થાલિયાન રમણ નામ્બિયાર ભૂમિગત થઈ ગયા હતાં. થાલિયાન રમણ નામ્બિયારે જ કવુમ્બઈ ગામના આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેના કારણે રમન અને નારાયણનને શોધતી માલાબારની સ્પેશિય પોલીસ યુનિટ તેમના ઘરે આવી પહોંચી. આંદોલનના બે મહિના બાદ જ બંનેને બ્રિટિશ પોલીસે ઝડપી લીધા હતાં અને જમીન સંઘર્ષના આ કેસમાં જેલમાં ધકેલી દીધા હતાં. પોલીસે નાની ઉંમરની શારદાને તેના પિતાના ઘરે મોકલી દીધી હતી.
નારાયણનના ભત્રીજા મધુ કુમારે જણાવ્યું હતું કે, ત્યાર બાદ ઘરને વેર વિખેર કરીને તેને આગ લગાડી દેવામાં આવી. નારાયણને ૮ વર્ષનો જેલવાસ થયો હતો. તેમણે પોતાની સજા કન્નૂર, વિય્યૂર અને સલેમની જેલોમાં કાપી.
તે દરમિયાન સલેમની જેલમાં ૧૧ ફેબ્રુઆરી, ૧૯૫૦માં નારાયણનના પિતા થાલિયાન રમણની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. તે દરમિયાન નારાયણનને પણ ગોળી વાગી હતી. કહેવાય છે કે, નારાયણનના શરીરમાં હજી પણ ૩ ગોળીઓ સંગ્રહાયેલી છે. બીજી બાજુ થોડા સમય બાદ જ યુવા શારદાના પરિજનોએ તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવવાનો નિર્ણય લીધો.
૧૯૫૭માં જેલમાંથી પરત ફર્યા બાદ નારાયણનને પણ બીજા લગ્ન કરી લીધા. અનેક વર્ષો બાદ અચાનક જ સંજાગો વસાત શાદરાનો પુત્ર અને ઓર્ગેનિક ખેતી કરનાર ભાર્ગવન નારાયણના પરિવારને મળે છે. નારાયણનના પરિજનોએ વાતવાતમાં જુની હકીકત જણાવીએ અને શારદા-નારાયણનનું ૭૨ વર્ષે મિલન થયું. નારાયણન વિધુર છે તો શારદા પણ ૩ વર્ષ પહેલા વિધવા થઈ ચુક્યા છે. શારદાના ૬માંથી ૪ બાળકો જીવિત છે.
ભાર્ગવનના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં તો તેની માતા શારદાએ નારાયણનને મળવાનો અને તેમની સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો, પરંતુ ખુબ જ આગ્રહ અને સમજાવટ બાદ તે નારાયણનને મળવા રાજી થયા હતાં.
ભાર્ગવના જણાવ્યા પ્રમાણે ૭૨ વર્ષે મળ્યા બાદ બંને ખુબ જ ભાવુક બની ગયા હતાં. આ પ્રસંગે પરિવારે શાનદાર જમણવાર રાખ્યો. સાથે જ બંને પરિવારોએ ભવિષ્યમાં એકબીજા સાથે સંપર્કમાં રહેવાનું વચન પણ આપ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY