અનધિકૃત રોકડ ઉપાડની જવાબદારીમાંથી બૅંક છટકી ન શકેઃ કેરળ હાઇકોર્ટ

0
7

કોચ્ચી,તા.૭
કેરળ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે બૅંક તેના ગ્રાહકના ખાતામાંથી કરવામાં આવેલા અનધિકૃત ઉપાડની જવાબદારીમાંથી હાથ ના ખંખેરી શકે. ન્યાયમૂર્તિ પી. બી. સુરેશકુમારે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રાહક એસએમએસ એલર્ટનો જવાબ ના વાળે તો પણ ગ્રાહકના ખાતામાંથી કરવામાં આવેલા અનધિકૃત ઉપાડ માટે બૅંક જવાબદાર ગણાય.
એસએમએસના આધાર પર ગ્રાહકની જવાબદારી નક્કી ના કરી શકાય. એવા ઘણા ખાતાધારકો હશે, જેઓ નિયમિતપણે એસએમએસ એલર્ટ પર ધ્યાન નહીં આપતા હોય, એમ કોર્ટે જણાવ્યું હતું. અનધિકૃત ઉપાડને કારણે ગ્રાહકને ૨.૪ લાખ રૂપિયાના નુક્સાન સંબંધી કેસમાં નીચલી અદાલત દ્વારા બૅંકને ગ્રાહકને વળતર આપવાનું જણાવતા આદેશના વિરોધમાં સ્ટેટ બૅંક આૅફ ઇન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંબંધી હાઇ કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. ગ્રાહકે બૅંક પાસે તેની ગુમાવેલી રકમનું વ્યાજ સહિત વળતર માગ્યુ હતું. બૅંકે એસએમએસ એલર્ટ રજી કરી દલીલ કરી હતી કે ગ્રાહકે એસએમએસ એલર્ટનો જવાબ નહીં વાળ્યો હોવાથી બૅંક જવાબદાર ગણાય નહીં. ‘એક વાત નક્કી છે કે બૅંક જ્યારે ગ્રાહકોને સેવા આપે છે ત્યારે ગ્રાહકોના હિતની જાળવણી કરવાની બૅંકની ફરજ બને છે, જેમાંથી બૅંક છટકી શકે નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY