કોલકાતા નાઇટ રાઇડર્સ સામે દિલ્હીની આકરી પરીક્ષા રહેશે

0
96

(સંપૂર્ણસમાચાર સેવા)
દિલ્હી,
કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આવતીકાલે ઇÂન્ડયન પ્રિમિયર લીગમાં મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ પોતાના દેખાવને સુધારી દેવા માટે સજ્જ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે હજુ સુધી છ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત અને ત્રણમાં હાર મળી છે. તેના છ પોઇન્ટ રહેલા છે. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સની ટીમ છ મેચોમાં એકમાં જીત અને પાંચમાં હાર સાથે સૌથી છેલ્લા સ્થાન પર છે. દિલ્હી સામે પોતાની છેલ્લી મેચમાં કોલકત્તાએ ૧૬મી એપ્રિલના દિવસે ૭૧ રને જીત મેળવી હતી. આવતીકાલની મેચમાં પણ કોલકત્તા ફેવરીટ તરીકે રહેનાર છે.
આઇપીએલની તમામ મેચોમાં જારદાર રોમાંચ રહ્યો છે અને મેચો અંતિમ ઓવર સુધી પહોંચી છે. આવી Âસ્થતિમાં આવતીકાલે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સ જારદાર દેખાવ કરવા પ્રયાસ કરશે. બીજી બાજુ જેસન રોય ફોર્મમાં આવી જતાં શ્રેયસ અય્યરના નેતૃત્વમાં દિલ્હીની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જેસન રોયે મુંબઈ સામે છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. કેકેઆરની હવે દિલ્હી સામે કસોટી થશે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇÂન્ડયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થઇ હતી. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જારદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. આવતીકાલે રમાનારી મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે.
હાલમાં પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ પ્રથમ સ્થાન પર છે. કોલકાતા તરફથી દિનેશ કાર્તિક પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત વેસ્ટઇÂન્ડઝના બેટ્‌સમેન રસેલે આક્રમક ઇનિંગ્સો રમીને તમામને પ્રભાવિત કર્યા છે. પંત પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે તે દિલ્હી સામે સારા સમાચાર છે. મેચને લઇને દિલ્હીમાં જારદાર રોમાંચ છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
દિલ્હી ઃ અભિષેક, કાન, બોલ્ટ, ક્રિશ્ચિયન, ગંભીર, ઘોષ, ગુરકિરત, અય્યર ,લમીચન્ને, કાર્લા, મેક્સવેલ, મિશ્રા, સામી, મોરિશ, મુનરો, નદીમ, ઓઝા, પંત, પટેલ, રોય, શંકર, શો, ટેવાઇટિયા, જાદવ.
કોલકાતા નાઇટ રાઇડર્સ ઃ કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY