કોલંબો,તા.૧
શ્રીલંકામાં વિવાદિત ઈસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈકની પીસ ટીવી ચેનલને બેન કરી દેવાઈ છે. અહેવાલ પ્રમાણે શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકીઓ ઝાકીર નાઈકના ભાષણોથી પ્રભાવિત હતા.આ અહેવાલો બાદ શ્રીલંકાના કેબલ ઓપરેટરોએ ઝાકીરની ચેનલને બેન કરવાનુ નક્કી કર્યુ છે.
એવો પણ દાવો થયેલો છે કે ઈસ્લામિક સ્ટેટ દ્વારા યુવાઓનુ બ્રેનવોશ કરવા માટે આ ચેનલનો ઉપયોગ કરાતો હતો.
ભારત અને બાંગ્લાદેશ ઝાકીર નાઈકની ચેનલ પર પહેલા જ બેન લગાવી ચુક્વ્યા છે.શ્રીલંકાના સૌથી મોટા બે કેબલ ઓપરેટરોએ આ ચેનલ નહી બતાવવાનુ નકકી કર્યુ છે.જોકે શ્રીલંકાની સરકાર તરફથી આ અંગે જાહેરાત થવાની બાકી છે.
શ્રીલંકાના આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મનાતો ઝહરાન હાશીમ ઈસ્લામી વર્ચસ્વની વિચારધારામાં માનતો હતો અને તે ઝાકીર નાઈકથી પ્રભાવિત હતો.તેણે યુ ટ્યૂબ પર આવા વિડિયો પણ પોસ્ટ કર્યા હતા.
ઝાકીર નાઈકના સંગઠન ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનને કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે બેન કરી દીધુ છે.ધરપકડથી બચવા ઝાકીર મલેશિયા ભાગી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





