ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ૮૨૮ દિવસમાં ૧૦૧૧૧ વખત ખોટા દાવા કર્યા

0
10

વાશિંગ્ટન,તા.૧
અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ કેટલા ખોટા દાવા કર્યા તેની પણ ગણતરી અમેરિકાના એક અખબારે કરી છે.
વોશિંગ્ટન પોસ્ટ નામના અખબારે ફેક્ટ ચેકર શિર્ષક હેઠળ ટ્રમ્પ કેટલી વખત ખોટુ બોલ્યા તેના આંકડા પ્રસિધ્ધ કર્યા છે. જે પ્રમાણે ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ૨૧ એપ્રિલ સુધીમાં ૮૨૮ દિવસ દરમિયાન ૧૦૧૧૧ વખત ખોટા દાવા કર્યા છે.
ખોટા દાવાના જે ઉદાહરણો અપાયા છે તેમાં મેકિસકો બોર્ડર પર દીવાલ બનાવવા અંગે ૧૬૦ વખત કરવામાં આવેલા ખોટા દાવાનો સમાવેશ થાય છે.અમેરિકામાં થયેલા શટડાઉન બાદ ટ્ર્‌મ્પના ખોટા દાવાઓની સંખ્યા વધી છે તેવુ રિપોર્ટમાં કહેવાયુ છે.
ટ્ર્‌મ્પના શાસનકાળ દરમિયાન ૮૨ દિવસ એવા હતા કે જ્યારે ટ્રમ્પે કોઈ ખોટા દાવા નહોતા કર્યા. કારણકે આ દિવસોમાં તેઓ ગોલ્ફ રમવામાં વ્યસ્ત હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY