શ્રીલંકામાં મસ્જિદ પર હુમલાઓ પછી ફેસબુક,વોટ્‌સએપ પર પ્રતિબંધ

0
6

કોલંબો,તા.૧૩
ચિલાઉ વિસ્તારમાં એક ફેસબુક પોસ્ટ પર શરૂ થયેલા વિવાદ બાદ સ્થાનિક લોકોએ ત્રણ મસ્જિદ અને મુસ્લિમ નાગરિકની દુકાનો પર હુમલા કર્યા હતા. આ ઘટના બાદ સરકારે ફેસબુક, વોટ્‌સએપ સહિત અનેક સોશિયલ મીડિયા સાઈટ્‌સ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે પણ આ ઘટના બાદ વિસ્તારમાં સોમવાર સવાર સુધી કરફ્યૂ લગાવી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પથ્થરમારો કર્યો તે પહેલાં લોકોએ એક વ્યકિતની સાથે મારપીટ પણ કરી હતી.
શ્રીલંકામાં ૨૧મી એપ્રિલે ઇસ્ટરના દિવસે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા જેમાં ૨૫૧ લોકો માર્યા ગયા હતા. મુસ્લિમોનું કહેવું છે કે આ ઘટના બાદ તેમને દેશભરમાં લોકોને હેરાન કરવાની ફરિયાદો મળી રહી છે. તો શ્રીલંકા પોલીસ પ્રવક્તા રુવાન ગુણશેખરે કહ્યું કે ભડકાઉ ફેસબુક પોસ્ટ લખનાર વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.
એક ફેસબુક પોસ્ટના આધારે જણાવ્યું કે આ પોસ્ટ પર વિવાદ થયા બાદ જ મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં કમેન્ટ લખી હતી કે અમને કોઇ રડાવી નહીં શકે. આ પોસ્ટ પર અબ્દુલ હમીદ મોહમ્મદ હસમર નામના વ્યÂક્તએ જવાબ આપ્યો કે વધારે ના હસો, એક દિવસ તમે રડશો. બે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે ૩૮ વર્ષીય હસમરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY