વિશ્વ મહિલા દિવસ નિમિતે લોક દ્રષ્ટિ ચક્ષુબેંક, રેડક્રોસ બ્લડ બેંક,શાંતિ ઉત્કર્ષ મહિલા મંડળ,ઇનરવ્હીલ કલબ ઓફ સુરત ઇસ્ટ અને ગંગા સ્વરૂપ ઉત્કર્ષ મહિલા મંડળ સહયોગ થી ફુલપાડાના ગીતાનગર વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ડો.પ્રફુલભાઈ શિરોયા દ્વારા ૪૩ મહિલાઓનું હેલ્થ ચેક અપ કર્યું હતું, તથા જરૂરિયાતમંદ લોકો ને ફ્રી માં દવા આપવામાં આવી હતી, તથા બહેનોને વિવિધ રોગો અને રસીકરણ વિશે ની માહિતી ડો.પ્રફુલભાઈ શિરોયા દ્રારા આપવામાં આવી હતી. તથા હાલ વધતા જતા તાપમાન થી બચવા પોષ્ટિક આહાર તેમજ વધુ પ્રમાણ માં પાણી પીવાથી શરીર ને નીરોગી બનાવી શકાય. તેમજ “પહેલું સુખ તે જાતે નર્યા” ના સૂત્ર ને સાર્થક કર્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો.મિહિરભાઈ, હિરેન ગજેરા, રાજેશ મેર,હર્ષદ પ્રજાપતિ,કિશોર પટેલ,અશોકા બાડત્યાં,ઈશ્વર બેહેરા, જતીન્દ્રનાથ લેંકા એ ભારે જહેમત ઉપાડી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





