કોલંબો,તા.૨૪
શ્રીલંકામાં રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બોંહબ વિસ્ફોટ અગાઉ શ્રીલંકન ગુપ્તચર અધિકારીઓને આ વિશે ઈનપુટ મોકલવામાં આવ્યા હોવાનો ભારતે દાવો કર્યો હતો. હુમલામાં ચર્ચ અને હોટલોને નિશાન બનાવાયા હતા. જેમાં મૃત્યુઆંક ૩૫૯ સુધી પહોંચ્યો હતો. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે મંગળવારે આ હુમલાની જવાબદારી સ્વિકારી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભારતે આ હુમલાના બે કલાક પહેલાં જ શ્રીલંકાને ચેતવ્યું હતું.
ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા અંગે ત્રણ વખત ચેતવણી આપી હતી. એક ઈન્ટેલિજન્સ અધિકારીએ નામ નહી આપવાની શરતે કહ્યું હતુ કે, પહેલી વો‹નગ ૪ એપ્રિલે આપવામાં આવી હતી. ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ઈસ્લામિક સ્ટેટના કોઈમ્બતુર મોડ્યુલની ચકાસણી કરી હતી. તે દરમિયાન શ્રીલંકામાં બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર અને ભારતમાં પણ સક્રિય નેશનલ તોહિદ જમાતના આગેવાન મૌલવી જહરાન બિન હાશિમના વિડિયોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પહેલી ચેતવણીમાં શ્રીલંકાને કહેવાયુ હતુ કે, ભારતની એમ્બેસીને નિશાન બનાવાઈ શકાય છે. બીજી ચેતવણી હુમલાના એક દિવસ પહેલા શનિવારે અપાઈ હતી. જે પહેલી ચેતવણી કરતા વધારે ચોક્કસ હતી અને તેમાં સંભવિત ટાર્ગેટ અંગે પણ જાણકારી અપાઈ હતી.
ત્રીજી અને અંતિમ ચેતવણી હુમલાના કેટલાક કલાકો પહેલા આપવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું હતુ કે, આ ચેતવણી ટેકનિકલ સાધનો અને બાતમીદારો દ્વારા મળેલી માહિતીના એનાલિસીસ બાદ અપાઈ હતી.
શ્રીલંકાના પીએમ પણ સ્વીકારી ચુક્વ્યા છે કે, ભારતે હુમલા અંગે ચેતવણી આપી હતી.
ભારત સરકારના સૂત્રના જણાવ્યા મુજબ આ પ્રકારના સંદેશા ચોથી એપ્રિલ અને ૨૦મી એપ્રિલે પણ શ્રીલંકાના ગુપ્તચર અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



