મુંબઈ,તા.૨૪
જેટ એરવેઝનું મેનેજમેન્ટ એક વાર ફરી બેન્કો પાસેથી મદદ માંગી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે ૨૫૦ કરોડ રૂપિયાના ઈન્ટરિમ ફન્ડિંગ માટેનો આગ્રહ કરવામાં આવશે. જેથી ૧૦ મે સુધીમાં ૩-૪ વિમાનોની સાથે ઓપરેશન ચાલુ રાખી શકાય. જેટની હરાજીમાં ભાગ લેનારી કંપનીઓએ ૧૦ મે સુધી જ બોલી લગાવવાની છે. જેટે ૧૬ એપ્રિલે બેન્કો પાસેથી ૯૮૩ કરોડ માંગ્યા હતા. બેન્કોએ ફન્ડિંગ આપવાથી ઈન્કાર કર્યા બાદ ઓપરેશન સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જેટની ફલાઈટ બીજી એરલાઈન્સને આપવા પર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. એવિએશન મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે મુસાફરોની અસુવિધા દૂર કરવા અને ક્ષમતા વધારવા માટે આ સ્લોટ અસ્થાયી રૂપથી ત્રણ મહિના માટે અપાઈ રહ્યાં છે. જેટનું ઓપરેશન શરૂ થતાની સાથે જ આ સ્લોટ પરત કરવામાં આવશે. એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહ ખરોલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે સ્લોટ પ્રથમ ત્રણ મહિના માટે આપવામાં આવશે. ત્યાં સુધીમાં જેટની સ્થિતિમાં સુધારો ન થયો તો સ્લોટ એક-એક મહીના માટે વધારવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




