ચૂંટણીમાં દારૂની માંગ વધતા ગોળની કિંમત આસમાને

0
317

કોલ્હાપુર,તા.૧૩
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે દેશમાં આચારસંહિતાનો અમલ થઈ ગયો છે. ચૂંટણીની જાહેરાત બાદ ગોળના વેપારીઓનો હરખ સમાતો નથી કારણ કે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ થવાની સંભાવના પાછળ ગોળના ભાવમાં ઉછાળો આવ્યો છે. એક સપ્તાહમાં ગોળના ભાવ પાંચ ટકા વધી ગયા છે. સૂત્રોના મતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજનારી છે ત્યારે આગામી સમયમાં ગોળના ભાવમાં વધુ ઉછાળો નોંધવાની શકીયતા છે.
કોલ્હાપુર યાર્ડમાં ગોળના વેપારી પ્રમોદ લીગાડેના મતે તાજેતરમાં ગોળના ભાવમાં આવેલા ઉછાળામાં કિવન્ટલે ગોળની કિંમત ૨૦૦-૨૫૦ વધીને રૂ. ૩,૬૦૦-૪,૫૦૦ થઈ છે. વેપારીઓના મતે ચૂંટણી ટાણે દારૂ બનાવવા માટે ગોળને સતત એકાદ-બે દિવસ સુધી ગરમ કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળ પર જીએસટી લાગુ નથી થતો તેમજ તેના પર સ્ટોક લિમિટ પણ નથી. આ ઉપરાંત પેમેન્ટનો હાથબદલો પણ ઝડપથી થતો હોવાથી વેપારીઓને ખાંડ મિલો પાસે નાણાં મેળવવા લાંબો સમયની રાહ જાવી પડતી નથી.
યુપીના વેપારીઓ અને હોલસેલરના મતે એક સપ્તાહમાં ગોળના ભાવ કિવન્ટલે રૂ. ૭૦-૧૦૦ વધ્યા છે. સ્થાનિક વેપારીના મતે ચૂંટણીને પગલે સ્થાનિક ડિસ્ટીલરી દ્વારા ગોળની માંગ વધી ગઈ છે. શેરડીની સીઝન પૂરી થઈ ગઈ છે અને હોળિ બાદ કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. જા કે દર વખતે ચૂંટણીના માહોલને પગલે દારૂ બનાવવામાં ગોળનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી ગોળની કિંમતોમાં ઉછાળો જાવા મળતો હોય છે. યુપી ઉપરાંત આંધ્ર પ્રદેશમાં ચિ¥šર અને અનાકાપલ્લી યાર્ડમાં પણ ગોળના ભાવ આસમાને પહોંચવાની વકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY