ન્યુ દિલ્હી,તા.૨૧
વહેલી સવારે જ ભારતના બે મોટા રાજ્ય મહરાષ્ટ્ર અને રાજસ્થાનમાં અકસ્માતની ખબરથી અરેરાટી ફેલાઇ ગઇ હતી. રાજસ્થાનમાં સડક અકસ્માતમાં ૪ તો મહરાષ્ટ્રમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૬ લોકો મોતને ભેટ્યા હતા.
રાજસ્થાનના માધોપુરમાં સડક અકસ્માતમાં ચાર લોકોના મોત અને ૧૦ લોકો ઘાયલ થયા છે. માધોપુર પાસે આવેલા શ્રી જારાવરનગર માર્ગ પાસે બે વાહન વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમા ઘાયલ થયેલા લોકોને માધોપોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે મહરાષ્ટ્રના હિંગોલીમાં પણ અકસ્માત સર્જાયો હતો જેમા ૬ લોકોના મોત થયા છે.
મહરાષ્ટ્રના હિંગોલીમાં વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ભીણષ સડક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
અકસ્મતા માટે ઓવરસ્પિડ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતની ઘટના બાદ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા ઉત્તર પ્રદેશમા થયેલી અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જેમા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



