પં.બંગાળ સરકાર હવે મૃતક ખેડૂતના પરિવારને આર્થિક મદદ કરશે

0
8

કોલકાત્તા,તા.૩૧
પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. પશ્વિમ બંગાળમાં મૃતક ખેડૂતના પરિવારને આર્થિક મદદ કરશે. મમતા સરકારે ખેડૂતના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. નવી યોજનાને પહેલી જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવી છે. મમતા એ ખેડૂતો માટે જાહેર કરેલી યોજનાને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા મળવા પાછળ ખેડૂતો માટે કરેલો વાયદો માનવામાં આવી રહ્યો છે. જેથી મમતાએ લોકસભાની ચૂંટણી પહેલા પશ્વિમ બંગાળાના ખેડૂતોને ખુશ કરવા માટે મહત્વની જાહેરાત કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY