ફૂલ સ્પીડમાં જતી કાર પલ્ટી ખાઇ જતાં ચાર સગા ભાઇ સહિત પાંચના મોત

0
8

રાજકોટ,તા.૨૭
રાજકોટ પાસે આટોકટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ફૂલ સ્પીડમાં જતી કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. જેના પગલે કારમાં સવાર પૈકી ૫ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે તમામ મૃતકો રંઘોળા ગામના વતની છે. લગ્નપ્રસંગમાં જણને પરત ફરતી કારનો અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના આટકોટના જંગવડ પાસે ફૂલ સ્પીડમાં કાર પસાર થઇ રહી હતી. જે કોઇ કારણસર પલટી ખાઇ ગઈ હતી.
અચાનક કાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે તમામ પાંચ મૃતકો રંઘોળા ગામના વતની છે. જેના પગલે રંઘોળા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY