કોલકાતા,તા.૧૩
પાઇન્ટ ટેબલમાં ટાપ પર ચાલી રહેલી ચેન્નાઈ રવિવારનાં રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેચ જીતવા માટે ઉતરશે. કોલકાતાને છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા ચેન્નાઈ અને ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ સામે તેનો પરાજય થયો. કોલકાતા ચેન્નાઈ સામે દબાણમાં હશે. કોલકાતાની છેલ્લી બે હારે એ સ્પષ્ટ કરી દીધું છે કે તે આન્દ્રે રસેલ પર નિર્ભર છે. આન્દ્રે રસેલે અત્યાર સુધી આઈપીએલ-૧૨માં પોતાની ધાકડ બેટિંગનો પરચો આપી દીધો છે.
જો કે કોલકાતા માટે હવે મુશ્કેલી સર્જાઇ છે, કારણ કે તેમનાં આ વિસ્ફોટક બેટ્સમેનને કાંડા પર ઇજા થઇ છે અને તેના કારણે તેનું રમવું શંકાસ્પદ છે. આ ઇજા તેને ચેન્નાઈ સામે થઇ હતી. દિલ્હી સામે ૨૧ બાલમાં ૪૫ રનની ઇનિંગ દરમિયાન પણ તે અસહજ હતો. બાલિંગ દરમિયાન આન્દ્રે રસેલ પોતાની ૪ આૅવર પણ પુરી કરી શક્યો નહોતો અને મેદાન પર સ્પષ્ટ જાવા મળ્યું હતુ કે તેને પીડા થઇ રહી છે. મેચ બાદ પુરસ્કાર વિતરણ સમારોહમાં પણ તે જોવા મળ્યો નહોતો.
કોલકાતાની ૪ જીતમાંથી ૩ જીતમાં રસેલ ‘મેન આૅફ ધ મેચ’ બન્યો હતો. કેપ્ટન દિનેશ કાર્તિકે રસેલનાં ટીમમાં હોવા વિશે કહ્યું હતુ કે, “તેને થોડીક સમસ્યા છે. તેમ છતા તે આ મેચમાં રમવા ઉતર્યો. તે એક વિશિષ્ઠ ક્રિકેટર છે. અમે એક દિવસ બાદ નિર્ણય કરીશું.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





