સુરત કોગ્રેસ દ્વારા પો.કમિશનરને રજૂઆત
સુરત, તા.૫
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બનેલ કસ્ટોડીયલ ડેથમાં સામેલ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ધરપકડ કરી તેમને કડકમાં કડક સજા કરવી તેમજ સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને પોલીસ ખાતા મારફતે ખોટી રીતે હેરાનગતિ અને કનગડત કરવામાં આવે છે. જે અંગે ઘટતુ કરવા બાબતે સુરત શહેર જિલ્લા કોîગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઈ રાયકાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, હાલમાં જ સુરતના ખટોદરા પોલીસ સટેશન ખાતે પરપ્રાંતીય સમાજના યુવાનો જેમના નામ સોનુ યાદવ, અોમપ્રકાશ પાંડે, રામગોપાલ પાંડે અને જય પ્રકાશ નામના ઈસમોની ચોરીના ગુનામાં ધરપકડ કરી ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા અને આ યુવાનો પર પોલીસ દ્વારા અમાનુષી ત્રાસ ગુજારતા તેમાના એક ઈસમ અોમપ્રકાશ પાંડેનું મોત નીપજ્યું હતું અને બીજા આરોપીઓને ગંભીર ઈજા થવા પામી હતી.
ભાજપ શાસકોના ગેરવહીવટના કારણે છેલ્લા ઘણાં સમયથી પરપ્રાંતીય માણસો જેવા કે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો પર પોલીસ ખાતા દ્વારા આર્થિક ત્રાસ ગુજારવામાં આવે છે. આ પરપ્રાંતીય સમાજના લોકોનો સુરત શહેરના વિકાસમાં અમૂલ્ય ફાળો છે અને તેઓના લીધે સુરતના ઉદ્યોગ અને વેપાર ધંધા ધમધમી રહ્ના છે. આ લોકો પોતાના વતનથી અહીં રોજી રોટી કમાવવા માટે આવે છે અને તેઅોએ સુરત શહેરને જ પોતાની કર્મભૂમિ બનાવેલ છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી પોલીસ તંત્ર દ્વારા તેમને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે અને તેઓને પોલીસના ચોપડે વણઉકેલાયેલા ગુનાઓ માટે તેમની ધરપકડ કરી તેમને શારીરિક યાતનાઓ આપવામાં આવે છે અને આ ભાજપની સરકારમાં પોલીસ તંત્ર દ્વારા આર્થિક, માનસિક અને શારીરિક રીતે હેરાન પરેશાન કરવાના બનાવો છેલ્લા ઘણાં સમયથી ખૂબ ઝડપી વધ્યા છે.
આથી અમોની આપ સમક્ષ માંગણી છે કે, આ પરપ્રાંતીય સમાજના લોકો જેઓ પોતાના વતન છોડીને અહીં રોજી રોટી કમાવવા માટે આવેલ છે તેમને માટે તેમને ખોટી રીતે રજાડતા પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ આકરા પગલાં ભરવામાં આવે તથા ખટોદરા પોલીસ ખાતે થયેલા બનાવમાં નિષ્પક્ષ તપાસ પંચ નીમીને આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. એમ પણ આવેદનપત્રમાં જણાવાયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



