ધારાસભ્યની કાર પર બંદૂકધારીઓએ કર્યો હુમલો, ત્રણ કાર્યકર્તાના મોત

0
11

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના
કોલકાત્તા,તા.૧૪
પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ટીએમસીના એક ધારાસભ્યની કાર પર બંદૂકધારીઓના હુમલામાં પાર્ટીના ત્રણ કાર્યકર્તાઓના મોત નીપજ્યા છે. પોલીસે કહ્યું છે કે જાયનગરમાં એક પેટ્રોલપંપ પર બાઈક પર સવાર થઈને હુમલાખોરોએ ડ્રાઈવર સહીત ટીએમસનીના ત્રણ કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો.
હુમલો કરાયો હતો તે કારથી થોડાક અંતરે ટીએમસીના ધારાસભ્ય વિશ્વનાથદાસ તે કારમાંથી ઉતરીને પાર્ટીના કાર્યલયમાં ગયા હતા. પોલીસે આ હત્યાની તપાસ શરૂ કરી છે અને પૂછપરછ માટે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા. વિશ્વનાથદાસે આરોપ લગાવ્યો છે કે આ ઘટનાની પાછળ સીપીએમના ગુંડાઓનો હાથ છે. જા કે સીપીએમના નેતા સુજાન ચક્રવર્તીએ ગોળીબારની ઘટનાને ટીએમસીના આંતરીક કલેશનું પરિણામને કારણે બનેલી હુમલાની ઘટના ગણાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY