કોંગ્રેસને ઓડિશામાં ફટકો, સુનીતા બિસવાલ કોંગ્રેસ છોડી બીજેડીમાંમાં સામેલ

0
5

ભૂવનેશ્વર,તા.૯
ગુજરાત પછી કોંગ્રેસને હવે ઓડિશામાં પણ મોટો ફટકો પડ્યો છે. લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી હેમાનંદ બિસવાલની પુત્રી અને કોંગ્રેસ નેતા સુનીતા બિસવાલે શનિવાલે મ્ત્નડ્ઢનો હાથ પકડી લીધો છે. ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલા જ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે, તે આગામી લોકસભા ચૂંટણી માટે ‘એક પરિવાર, એક ટિકિટ’ની નીતિનું કડક પાલન કરશે.
સુંદરગઢ જિલ્લા કોંગ્રેસની પૂર્વ કાર્યકારી અધ્યક્ષ સુનીતા બિસવાલે મુખ્યમંત્રી નવીન પટનાયકની હાજરીમાં તેમના સેંકડો સમર્થકો સાથે મ્ત્નડ્ઢમાં સામેલ થયા હતા. ઓડિશાના રાજકારણને ઉથલ પાથલ કરનાર આ ઘટના વિશે જણાવતા સીએમ પટનાયકે જણાવ્યું કે, પાર્ટી સુનીતા બિસવાલનું પૂરા જાશથી સ્વાગત કરે છે, અમને વિશ્વાસ છે કે, તેઓ મ્ત્નડ્ઢને વધારે મજબૂત બનાવશે.
નોંધનીય બાબત છે કે, એક દિવસ પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ફટકો મારતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ રાજીનામુ આપ્યું હતું. માળાવદર સીટથી ધારાસભ્ય જવાહર ચાવડા અને મોરબી જિલ્લાની ધ્રાંગધરા સીટથી ધારાસભ્ય પુરુષોત્તમ સબારિયાએ એક જ દિવસે કોંગ્રેસ સાથે છોડો ફાડ્યો હતો. ભાજપાની ગાંધીનગર સ્થિત મુખ્ય કાર્યાલયમાં ચાવડાએ બીજેપીનો ભગવો ખેસ ધારણ કર્યો હતો, જ્યારે, સબારિયાએ ટૂંક જ સમયમાં સત્તારુઢ પાર્ટીમાં સામેલ થવાનો સંકેત આપ્યો હતો. લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસનો સાથ છોડનાર જવાહર ચાવડાને ભાજપમાં કેબિનેટ મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY