કોલકાત્તા,તા.૨૧
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા પાશવી હુમલાને વખોડયા બાદ કાશ્મીરના લોકોને એ હુમલા બાદ પડેલી મુશ્કેલીઓ વિશે ફેસબુક પર પોસ્ટ મુકિયા બાદ કોલકાતાની ૧૨મા ધોરણમાં ભણતી એક છોકરીને બળાત્કાર સહિતની અનેક ધમકીઓ મળી હતી.
કેટલાક લોકોએ એને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપી હતી અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. સ્થાનિક દુકાનદારે એને જણાવ્યું હતું કે ફોટોને આધારે કેટલાક લોકો એને શોધી રહ્યા છે, ત્યારે ગભરાઇને છોકરીએ પહેલા ફેસબુક પોસ્ટ અને પછી અકાઉન્ટ જ ડિલિટ કર્યું હતું. આ સિવાય ડરને લીધે એ બે દિવસથી નિશાળે પણ ગઇ નહોતી. ત્યાર બાદ એણે પોલીસમાં આ વિશે ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




