ગેસ્ટ હાઉસ કે હોટલમાં આઈડી પ્રૂફની જંજટ માં ન પડતા પ્રેમીઓ એસટી ડેપોના મફતિયા ઓટલાનો ઉપયોગ કરતા થયા…?!
રવિવારે આખી રાત પ્રેમી પંખીડા ઓટલા પર સુઈ રહ્યા હોય સવાર થતાંજ ભાગ્યા હોવાની વાત સામે આવી જેમાં પ્રેમિકાનો એક ચંપલ પણ રહી ગયો
રાજપીપળા એસટી ડેપો પાછળના ઓટલા પર રાત્રી સમયે ચાલતા પ્રેમિયો વચ્ચે પ્રેમાલાપ બાબતે પોલીસ રાત્રી પેટ્રોલિંગ કડક બનાવે એ જરૂરી
અગાઉ પણ આજ જગ્યા પર માનસિક બીમાર મહિલાઓ ગર્ભવતી બની ગયાની વાત સામે આવી હતી ત્યારે આવા અસામાજિક તત્વો સામે પગલાં લેવા જરૂરી, ામાજિક સંસ્થાઓ પણ આ માટે રસ દાખવે
રાજપીપળા : રાજપીપળા શહેરના એસટી ડેપો, ઓવારા ગાર્ડન સહિતની કેટલીક જગ્યાઓ જાણે લવર્સ પોઇન્ટ બની હોય એમ પ્રેમીઓ માટે રાત્રે આવી જગ્યાઓ એક અડ્ડો બની છે ં રાત્રે પ્રેમાલાપ કરતા લવરીયાઓ કે કોઈ અન્ય ગામ માંથી ભાગેલા યુવા વર્ગ માટે જાણે હોટલ ,ગેસ્ટ હોઉસ ની ગરજ સારે છે કેમકે રાત્રે આઠ વાગ્યા બાદ આ જગ્યાઓ પર ખાસ કોઈ અવર જ્વર હોતી નથી અને હાલ ઠંડીના કારણે લોકો પણ ઘરોમાં ભરાઈ રહેતા હોય પ્રેમીઓને મોકળું મેદાન મળી જાય છે અગાઉ પણ આ જયાઓ પર ભટકતી માનસિક અસ્વસ્થ મહિલાઓ કે યુવીઓ પૈકી અમુક રખડતી મહિલા ગર્ભવતી બની હોવાની વાત જાણવા મળી હતી.ત્યારે આ બાબત ગામમાં ફેલાઈ હોવા છતાં કોઈ સમાજ સેવકો કે સામાજિક સંસ્થાઓ સામે આવી ન હતી જોકે ઘણા સમય થી આવી બાબત સામે નથી આવી અને હાલ ફરી આવા તત્વો સક્રિય થયા હોય એમ લાગે છે જેમાં ગત રવિવારે ડેપોના પાછળના ઓટલા પર ગોદડી ઓઢી પ્રેમીઓ પ્રેમાલાપ કરતા રહ્યા અને છેક સવારે અજવાળું થતાંજ ઓવારા તરફ ભાગ્યા હતા જેમાં ઉતાવળે યુવતીનો એક ચપ્પલ પણ ઓટલા પર રહી ગયો હતો એમ નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું હતું ત્યારે આવી બાબતે જવાદાર કોણ…? ક્યાં છે સમાજ સેવા કરતી સંસ્થાના સેવાભાવી વ્યક્તિઓ…? કેમ આવી બાબત ગંભીરતાથી લેવાતી નથી…? બળાત્કાર જેવી ઘટના બાદ હાથમાં બેનરો લઈ રેલી કાઢી કે અન્ય રીતે નામના મેળવવા નીકળી પડતા આગેવાનો કે સામાજિક સંસ્થાના કાર્યકરો ઘટના બને એ પેહલા અવાજ ઉઠાવે એ જરૂરી જણાય છે.
બોક્ષ : આ બાબતે અમારા પ્રતિનિધિ એ ટાઉન પીઆઇનું ધ્યાન દોર્યું
અમારા પ્રતિનિધિ એ આ બાબતે ટાઉન પીઆઇ આર એન રાઠવા સાથે રૂબરૂ વાત કરી જાણકારી આપી વાકેફ કરતા પીઆઇ એ રાત્રી પેટ્રોલિંગ અને અન્ય રીતે આ બાબતે ખાસ ધ્યાન આપવા જણાવી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






