ભાજપની દાર્જિલીંગમાં ૪૦ મતદાન મથક પર ફરી વાર ચૂંટણી કરવા માંગ

0
27

કોલકાત્તા,તા.૧૯
ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારના રોજ પશ્ચિમ બંગાળમાં દાર્જિલીંગ સંસદીય વિસ્તારમાં ૪૦ મતદાન મથક પર ફરી વાર ચૂંટણી કરવા માંગ કરી છે. અહીં (ગુરુવારે) ગઈ કાલે મતદાન થયું હતું.
ભાજપે આરોપ લગાવ્યો છે કે, આ મથકો પર નિષ્પક્ષ રીતે મતદાન થવા દેવામાં આવ્યું નથી. ભાજપ પાર્ટીનું કહેવું છે કે, આ મતદાન મથકોમાં અનેક જગ્યાએ મતદારો અને કર્મચારીઓ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. ભાજપે આક્ષેપ કરતા કહ્યુ હતું કે, ૧૪૦૦થી વધારે મતદાન મથકો પર કેન્દ્રીય ફોર્સના જવાનોને તૈનાતીને લઈ આગ્રહ રાખવામાં આવ્યો હતો છતાં પણ આ બાબતે કઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જેને લઈ આ તમામ મતદાન મથકો પર ફરી વાર ચૂંટણી યોજવામાં આવે તેવી ભાજપની માંગ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY