કોલકાત્તા,તા.૨૩
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન થયુ હતુ. ત્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે ત્યાં હિંસા ભડકી હોવાના સમાચાર મળ્યા છે. મતદારોને ડરાવા માટે બૂથ પર દેશી બોમ્બ ફેંકિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે મતદાન દરમિયાન મુર્શિદાબાદના રાણીનગર ક્ષેત્રમાં બદમાશોએ પોલિંગ બૂથ નજીક દેશી બોમ્બ ફેંકી મતદાતાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. બંગાળમાં થયેલ આ હિંસા સતત વધી રહી છે અને આ હિંસા દરમિયાન એક મતદારનું મોત પણ થયા હોવાના સમાચાર મળ્યા છે.
રિપોર્ટ મુજબ મુર્શિદાબાદ ખાતે કોંગ્રેસ અને ટીએમસી સમર્થકો વચ્ચે જોરદાર ઝડપ થઈ. જેમાં પોલિંગ બૂથ બહાર લાઇનમાં લાગેલ એક મતદાતાનું મોત થયું છે. કોંગ્રેસ ઉમેદવાર અબુ હીનાનો દાવો છે કે જે વ્યકિતની મોત થઈ છે તેઓ કોંગ્રસનો કાર્યકર્તા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હોવા છતા અહીં મતદાનને અટકાવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે. સવારે ૭ વાગ્યાથી અહીં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો અને વોટ કરવા માટે લાંબી લાઇન જાવા મળી. પરંતુ ૧૦ વાગ્યા સુધી માહોલ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો અને અચાનક હિંસા ભડકી ઉઠી.
રિપોર્ટ મુજબ સૌથી પહેલા મુર્શિદાબાદના ડોમકાલ ક્ષેત્રમાં હિંસા ભડકી જ્યાં બે જૂથો વચ્ચે ભારે ઘર્ષણ થયો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના ૩ કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થયા. ત્યાર બાદ રાણીનગર ક્ષેત્રમાં બૂથ નંબર ૪૭-૪૮ નજીક કેટલાક અસામાજિક તત્વોએ દેશી બોમ્બ ફેંકિયા, તેમનો ઉદ્દેશ્ય વોટરોને ડરાવાનો હતો. જાકે આ કિયા રાજનીતિક દળના છે તે વિશે હાલ કોઈ જાણ નથી થઈ. જોકે હિંસાની ઘટના બાદ પોલિંગ બૂથ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. રાણીનગર સિવાય માલદા ક્ષેત્રમાં પણ હિંસાની ઘટના બની હોવાના સમાચાર મળ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




