કોલકાત્તા,તા.૨૯
ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળના આસનસોલ પરથી ચંટણી લડી રહ્યાં છે. સુપ્રિયો પર આરોપ છે કે તેઓએ આસનસોલના બૂથ પર ૧૯૯ પર પોલિંગ એજન્ટ અને અધિકારીઓને ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આસનસોલથી સોમવારે વોટિંગ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ બાબુલ સુપ્રિયોની કાર પર પથ્થરમારો કર્યો હતો. આસનલોસલ સીટ પર બાબુલ સુપ્રિયોની સામે ટીએમસીએ અભિનેત્રી મુનમુન સેનને ટિકિટ આપી છે.
બાબુલ સુપ્રિયોએ સીએમ મમતા બેનર્જીનો ઉલ્લેખ કરી ટીએમસી કાર્યકર્તાઓ પર હુમલો કરી આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યુ ચૂંટણીમાં ગડબળની મોટુ પ્લાનિંગ ચાલી રહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




