રેલી માટે બંગાળ પહોંચેલા ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓને પોલીસે હોટેલ છોડવા મજબૂર કર્યા

0
7

કોલકાત્તા,તા.૧૪
પશ્ચિમ બંગાળના બારાસાટ વિસ્તારમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની રેલી પછી ગણતરીના કલાકોમાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, રેલીમાં પ્રચાર માટે ગુજરાતથી ગયેલા ભાજપા કાર્યકર્તાઓને સ્થાનિક પોલીસ દ્વારા હોટેલ્સમાંથી બહાર નીકળવાની ફરજ પાડવામાં આવી હતી. જેના કારણે પોલીસ અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. બંગાળ પ્રચાર માટે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પહોંચ્યા હતાં. જ્યાં ઋત્વિજ પટેલ અને તેમના સાથી કાર્યકરો પર હુમલો થયાની ઘટના બની છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં અમિત શાહની રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી, અને શાહે મમતાને પડકાર્યા હતા કે તેઓ કોઇ પણ સંજાગોમાં રેલી કરશે. પોલીસે પણ ચૂંટણી પહેલા કરવામાં આવતી તપાસના બહાને કાર્યકર્તાઓને હોટેલ છોડી ચાલ્યા જવા માટે આદેશ કર્યો હતો. પોલીસ આ દરમિયાન શંકા વ્યક્ત કરી હતી કે, રાજ્ય બહારથી આવેલા ભાજપા કાર્યકર્તાઓ પાસે હથિયારો હોવાની સંભાવના હતી. હોટેલમાંથી કાઠી મુકાયા પછી ગુજરાતના ભાજપા કાર્યકર્તાઓ સ્થાનીક નેતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા હતા.
પરંતુ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્યાં હાજર રહીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. સુરક્ષા કારણોને કારણે અંતિમ પગલે પોલીસે ભાજપા કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઇ જવા પડ્યા હતા.
આ સમગ્ર ઘટના દરમિયાન ભાજપા પદાધિકારી શિશિર બોજારિયાએ ટ્‌વીટ કરી જાણકારી આપી હતી કે, તેમને પશ્ચિમ બંગાળના પોલીસ અધિકારીઓ સૂચના આપી હતી કેસ રેલી પછી કોઇ પણ ગુજરાતવાસી કાર્યકર્તા બારાસાટ જિલ્લામાં રોકાઇ નહી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY