મીમ મામલે મમતા બેનર્જીની માફી નહીં માગું : પ્રિયંકા શર્મા

0
25

કોલકાત્તા,તા.૧૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના વાંધાજનક મીમ સોશિયલ મીડિયા પર શેર કરનારી ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માએ જેલમાંથી છૂટ્યા બાદ જણાવ્યું હતું કે હું માફી નહીં માગું. મને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હું ડરી નહીં. હવે ડરવાની કોઇ સંભાવના નથી.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે, હું માફી નહીં માગું, હું કેસ લડીશ. મને કાલે જામીન મળી ગયા હતા પરંતુ મને જામીન મળ્યાના ૧૮ કલાક બાદ મુક્ત કરવામાં આવી હતી. મને મારા પરિવાર અને વકીલને પણ મળવા દેવાઇ ન હતી. મારી પાસે માફીનામું લખાવવામાં આવ્યું હતું.
પ્રિયંકા શર્માને સોમવારે મુક્ત નહીં કરાતા સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે પ્રિયંકાને અડધા કલાકમાં મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. જાકે તેમને સવારે ૯.૪૦ કલાકે મુક્ત કરાયા હતા. કોર્ટે બંગાળ સરકારને પુછ્યું હતું કે, આ આદેશ ગઇકાલે આપ્યો હતો તો તેમને ગઇકાલે જ કેમ મુક્ત કરાયા નહીં. બંગાળ સરકારે જણાવ્યું હતું કે, આદેશ સાંજે પાંચ વાગ્યે આપ્યો હતો તેથી જેલની મેન્યુઅલ મુજબ તેમને છોડી શકાયા ન હતા. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શું જેલ મેન્યુઅલ કોર્ટના આદેશ કરતા વધારે મહત્વ ધરાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY