કોલકાત્તા,તા.૨૭
પશ્ચિમ બંગાળમા રાજકીય હત્યાઓને સિલસિલો યથાવત છે અને વધુએ બંગાળમાં વધુ એક ભાજપનાં નેતાની હત્યા કરવામાં આવી છે તેવા સમાચાર આવ્યા છે. એક માહિતી મુજબ, ભાજપનાં ૩૬ વર્ષનાં નેતાને બંગાળનાં નોર્થ પરગણામાં ભાટપરામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટના રવિવારે રાત્રે બની છે.
પ્રાથમિક વિગતો મુજબ, ભોગ બનનાર વ્યકિતનું નામ ચંદન સાઉ છે અને તે ચૌસોથીનાં રહેવાસી છે. ભાજપનાં આ નેતાની ખુબ નજીકથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં ચાર વ્યકિતઓ સામેલ હતા તેમ પ્રાથમિક રીતે જાણવા મળે છે. તેઓ પોતાના ઘરે પાછા ફરતા હતા ત્યારે મોટર સાયકલમાં બે વ્યકિતઓ આવ્યા અને તેમને આતંરીને ગોળી મારી દીધી.
તેમને ભાટપરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ તેમને હાજર તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે, આરોપીઓ કોણ છે તે જાણવા મળી શક્્યુ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળમાં લોકસભા ચૂંટણી સમયે મોટા પ્રમાણમાં રાજકીય હિંસાઓની ઘટના બની હતી.
લોકસભા ચૂંટણી તો પૂર્ણ થઇ ગઇ છે પરંતુ બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓમાં ઘર્ષણ ચાલુ છે. શનિવાર રાત્રે જલપાઇગુડીમાં બે રાજનીતિક પાર્ટીના સમર્થક વચ્ચે ઘર્ષણના સમાચાર મળ્ચા છે. જેમા બીજેપીના ૩ સમર્થક ઘાયલ થયા છે. જાકે બંને પાર્ટી કાર્યકર્તાઓ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



