કોલકાત્તા,તા.૩
પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓનો સિલસિલો ખતમ થવાનું નામ નથી લેતો. લોકસભાની ચૂંટણી દરમિયાન બંગાળમાં ભારે હિંસા થઇ હતી. પશ્ચિમ બંગાળમાં નોર્થ પરગણા જિલ્લામાં અઆવેલા બજિતપુરમાં ભારતીય જનતા પાર્ટીનાં એક કાર્યકરની હત્યા કરાયેલી લાશ મળી હતી.
૩૬ વર્ષનાં અજય મોંડલની લાશ બજિતપુરમાં રોડની બાજુમાંથી મળી આવી હતી. શરીર પર ઇજાનાં નિશાન હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદર દિવસમાં પશ્ચિમ બંગાળમાં ભાજપનાં ત્રણ કાર્યકરોની હત્યાની ઘટનાઓ બની છે. ભાજપનાં નેતાઓ આક્ષેપ કરે છે કે, આ બધુ મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ઇશારે થઇ રહ્યુ છે અને તે હિંસા ફેલાવી રહ્યા છે.
આ પહેલા, ગયા અઠવાડિયે, નરેન્દ્ગ મોદીના વડાપ્રધાન તરીકે શપથગ્રહણના થોડા કલાકો પહેલાં પશ્ચિમ બંગાળમાં ભાજપના એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળની રાજકીય હિંસા ભારે ચર્ચામાં રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારજનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



