મુંબઈ,તા.૩
ઓડિયો કેસેટ્સની દુનિયામાં ક્રાન્તિ કરનારા ટી સિરિઝના ગુલશન કુમારની બાયો-ફિલ્મ મોગલ આવતા વરસે ફ્લોર પર જશે અને ૨૦૧૨માં રજૂ કરવાની અમારી યોજના છે એેવી જાહેરાત ટી સિરિઝના હાલના સંચાલક ભૂષણ કુમારે કરી હતી.
ફિલ્મ લાંબા સમયથી વિલંબમાં પડી છે એનું કારણ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું, આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ફેરફાર થવાથી ફિલ્મને ફ્લોર પર જવામાં વિલંબ થયો હતો.
મૂળ આ ફિલ્મ અક્ષય કુમાર કરવાનો હતો પરંતુ એને એમ લાગ્યું કે મારી અન્ય ફિલ્મોના શૂટિંગની તારીખો સાથે આ ફિલ્મની તારીખનો ક્લેશ થાય છે એટલે એણે ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ આમિર ખાન ચિત્રમાં આવ્યો હતો. જા કે આમિરે પોતાની ટેવ મુજબ સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફારો કરાવ્યા હતા. ત્યારબાદ સ્ક્રીપ્ટ ઓકે કરીને એવી શરત મૂકી હતી કે પોતે મુખ્ય ભૂમિકા કરવા ઉપરાંત સહનિર્માતા હશે.ભૂષણ કુમારે એ શરતો સ્વીકારી ત્યારબાદ આમિરે ફિલ્મના કરાર પર સહી સિક્કા કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




