હિંસાની વચ્ચે મમતાએ સ્કૂલમાં વિદ્યાસાગરની મૂર્તિનું અનાવરણ કર્યુ

0
5

કોલકાતા,તા.૧૧
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાના વિદ્યાસાગર કોલેજમાં સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. ગત મહિને ૧૪ મેનાં રોજ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપ અને તૃણુમૂલ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વિદ્યાસાગરજીની પ્રતિમા ખંડિત થઈ હતી. બંને પાર્ટીઓએ એક બીજા પર વિદ્યાસાગરજીની મૂર્તિ તોડવાનો આરોપ લગાવ્યો હતો.
મમતાએ અહીં વિદ્યાસાગરની બે પ્રતિમાનું અનાવરણ કર્યુ. પહેલી પ્રતિમા વિદ્યાસાગર કોલેજના ગેટ પર અને બીજી વિદ્યાસાગર સેતુ પર સ્થાપિત કરાઈ છે. મમતાએ વિદ્યાસાગરની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યા
પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં સોમવારે થયેલાં વિસ્ફોટમાં ૨ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર ઘાયલ થયા હતા. ભાજપનો દાવો છે કે જયશ્રી રામના નારા લગાવવાથી તૃણુમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના પાર્ટી કાર્યકર્તાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો છે. મૃતક સમતુલ ડોલોઈ (૪૩)નો મૃતદેહ સોમવારે સર્પોટા ગામના એક ખેતમાં મળ્યો હતો. પોલીસે હાલ હત્યાના કારણો અંગે કંઈ જ નથી કહ્યુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY