એસએમસી દ્વારા સ્મશાન ભૂમિની દિવાલ તોડી પડતા વિવાદ સર્જાયો

0
7

સુરત,તા.૧૧
મગદલ્લા તળાવ રાયણ સ્કૂલ પાસે પાલિકા દ્વારા સ્મશાન ભૂમિની દિવાલ તોડી પડતા વિવાદ સર્જાયો છે. પાલિકાની ટીમ અને સ્થાનિક લોકો આમને સામને આવી ગયા છે. લોકોએ લોક પ્રતિનિધિઓ સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, છેલ્લા ૫ વર્ષથી ગામવાસીઓ ધક્કા ખાઈ રહ્યા છે.
પણ એક પણ રજૂઆતનો નિરાકરણ આવ્યું નથી. વેરા લઈ રહ્યા છે. પણ સુવિધા આપી રહ્યા નથી. અને સ્મશાન ભૂમિની દિવાલ તોડી નાખી છે. જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY