વડોદરા,તા.૪
વડોદારાના જીવદયા માટે કામ કરતી સંસ્થા પાંજરાપોળ દ્વારા ઇદ પહેલાં માર્કેટમાંથી ૧૦૦ બકરીઓને ખરીદીને તેમને કતલખાને જતાં અટકાવી હતી. સંસ્થાની અનોખી પહેલ બદલ તેમની કામગીરી માટે તમામ વર્ગો તરફથી પ્રશંસા મળી રહી છે.
પ્રાણી બચાવો સમિતિના માનદ સભ્ય રાજીવ શાહે જણાવ્યું હતું કે, અમે કોઇ પણ ધર્મના વિરુદ્ધ નથી. અમે પ્રાણીઓના જીવ બચાવવા માટે કામગીરી કરી રહ્યા છીએ. અમારા અભિયાનમાં સ્વયંભૂ રીતે લોકો જોડાઇ રહ્યા છે. મૂંગા પશુઓની વેદના સમજીને તેને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ૧૦૦ બકરીઓને સુરતની આસપાસ આવેલ વિસ્તારમાંથી ખરીદવામાં આવી છે. વધુ બકરીઓ ખરીદવા માટે દાતાઓ આગળ આવી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ પ્રાણીઓના જીવ બચાવવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



