શ્રીલંકામાં કોલંબોથી ૪૦ કિમી દૂર વધુ એક બોમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધી ૩૫૯ના મોત

0
29

કોલંબો,તા.૨૫
શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયાને એક સપ્તાહ પણ થયો નથી ત્યાં ફરી એક બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરૂવાર સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી ૪૦ કિલોમીટર દૂર બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જો કે ધડાકો કેવા પ્રકારનો તેના પર હજુ સુધી પોલસીનું કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આપને જણાવી દઇએ ગયા સપ્તાહે ઇસ્ટરના અવસર પર શ્રીલંકામાં કેટલીય જગ્યાએ ૮ બ્લાસ્ટ થયા હતા, ત્યારથી ત્યાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે. પરંતુ હવે ફરીથી એક વખત બ્લાસ્ટના સમાચારે બધાને ફફડાવી દીધા છે.
આપને જણાવી દઇએ કે આતંકી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (IS)એ લીધી છે, જેમાં મૃતકોની સંખ્યા ૩૫૯ સુધી પહોંચી ગઇ છે. જયારે સેંકડો લોકો ઘાયલ થઇ ગયા છે.
શ્રીલંકામાં હુમલા બાદથી સુરક્ષા વધારી દેવાઇ છે, અમેરિકાની એજન્સી એફબીઆઈ પણ તપાસમાં મદદ કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે ૫૮ શંકાસ્પદોની ધરપકડ થઇ ચૂકી છે અને પૂછપરચ્છ ચાલુ છે. પોલીસ સતત શંકાસ્પદ બાઇક, ફોન, અને સામાન જપ્ત કરી રહ્યું છે. કહેવાય છે કે હજુ પણ કેટલીય શંકાસ્પદ સામગ્રીથી લેસ દેશમાં ફરી રહ્યાં છે.
શ્રીલંકાના કોલંબોમાં ગયા રવિવારના રોજ થયેલા આતંકી હુમલામાં મરનારાની સંખ્યા ૩૫૯ને પાર પહોંચી ગઇ છે. આ મામલે કોલંબો પોલીસે ગુરુવારના રોજ એક મોટી કાર્યવાહી અંતર્ગત પાકિસ્તાનના ૯ નાગરિકોની ધરપકડ કરી હતી. આરોપ છે કે, આ લોકોએ આતંકીઓને બોમ્બ બનાવવાનો સામાન અન્ય અન્ય સુવિધા પૂરી પાડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY