મુંબઈ,તા.૧૮
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સોહરાબુદ્દીન શેખના ભાઇ નયામુદ્દીન શેખે સીબીઆઇ કોર્ટને જણાવ્યું છે કે સીબીઆઇએ જ આપોઆપ ભાજપના રાષ્ટ્રપતિ અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત પોલીસના અધિકારી અભય ચૂડાસમાના નામ આ કેસમાં ઉમેર્યા હતા. જાકે પાછળથી આ કેસમાં બંનેને દોષમુકત જાહેર કરવામાં આવ્યા હતા.
નયામુદ્દીને અકસ્માતના દિવસે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમણે પોતાના ભાઇ અને ભાભીને બસસ્ટેન્ડ પર છોડી દીધા હતા. તે બંને હૈદરાબાદ જઇ રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સીબીઆઇએ આ કેસમાં તુલસીરામનું નામ ઇરાદાપૂર્વક પ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તેમણે પોતાના એક જૂના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી, જે સીબીઆઇ અધિકારી ડી.એસ. ડાગરે લીધું હતું. નયામુદ્દીને જણાવ્યું હતું કે મેં એ નિવેદનમાં આ ભાગ અંગે હું કયારેય બોલ્યો નહોતો.
ર૦૧૦ના નિવેદનમાં જણાવાયું હતું કે જ્યારે મેં ચૂડાસમાને જણાવ્યું હતું કે અમે અમારી અરજી પાછી નહીં ખેંચીએ ત્યારે તેમણે મને ધમકાવ્યો હતો અને જણાવ્યું હતું કે મારી સ્થિતિ પણ સોહરાબુદ્દીન જેવી જ થશે. હું આ અંગે અમિતભાઇને વાત કરીશ અને મધ્યપ્રદેશમાં આ થઇ જશે. ત્યાં પણ તેમની જ સરકાર છે.
નયામુદ્દીને જણાવ્યું હતું કે તેના પર કયારેય ભાજપ તરફથી દબાણ કરવામાં આવ્યું નહોતું. મેં કયારેય આઝમખાનનું નામ સાંભળ્યું નહોતું. ડાગર સાહેબ પ્રથમ વાર એક ઓટોરિક્ષામાં મારા ગામમાં તપાસ કરવા આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



