ભાજપ દ્વારા કોંગ્રેસના પ્રમુખનું અપહરણ કરવા જતા ઝપાઝપી

0
119

ગુજરાત સત્તાની સાંઠમારીમાં હવે બિહાર વાળી ઘણી જગ્યાએ થઈ રહી છે. વડગામ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં ભાજપે હોર્સટ્રેડીંગ કરવાની સાથે કોંગ્રેસના પદનામીત મહિલા પ્રમુખ રાબિયા અસલમ પટેલનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં ઝપાઝપી થઈ હતી. 28 સભ્યામાંથી 27 સભ્યો હાજર રહ્યાં હતા. જેમાં કોંગ્રેસના 14 અને ભાજપના 13 સભ્યો હતા.

ભાજપે ખરીદ વેચાણ ચાલુ કરતાં કોંગ્રેસના તમામ સભ્યોને થોડા દિવસ પહેલાં જ સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. 15 સભ્યોએ સામૂહિક હિજરત કરવી પડી હતી. તે તમામ સભ્યો સીધા વડગામ તાલુકા પંચાયતની કચરીએ પહોંચી ગયા હતા. પરંતુ ગમે તેમ કરીને ભાજપ સત્તા કબજે કરવા માંગતું હોવાથી તેમણે કોંગ્રેસના પ્રમુખ પદના દાવેદાર મહિલા રાબિયા પટેલને અને મહિલા સભ્યને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચે તે પહેલાં સલામ રીતે કોંગ્રેસના મહિલા સભ્યને બોર્ડ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. એક સભ્યને તો લાખો રૂપિયાની લાંચ આપીને ફોડી કાઢવામાં આવ્યા હોવાનું ખૂલ્લેઆમ ચર્ચાય રહ્યું છે. ચૂંટણી અધિકારી પણ રાજકીય નેતાઓ સાથે ભળી ગયા હોય તેમ તેમણે બંધબારણે ચૂંટણી કરી હતી. લોકો અને મિડિયાને દૂર રખાયા હતા. પ્રમુખની ચૂંટણી બધાની હાજરી વચ્ચે લોકશાહી ઢબે કરવાની હોય છે. પણ તેમ કરાયું ન હતું. આખરે રાબિયા પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY