બોર્ડની આજથી શરૂ થયેલી પરીક્ષામાં પહેલા જ દિવસે ધો- ૧૦ નું ગુજરાતી, ધો-૧૨ સામાન્ય પ્રવાહનું એકાઉન્ટ અને સાયન્સનું ફિઝીકસ ત્રણેય પેપરો સહેલા પુછાતા વિદ્યાર્થીઓનું અડધુ ટેન્શન હળવુ થઇ ગયુ હતુ. આજની પરીક્ષામાં સમ્રગ રાજયમાંથી ત્રણેય પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ૧,૩૫,૯૦૪ સુરતમાંથી પરીક્ષા આપી હતી. જયારે ૧૧૧૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો- ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો શુંભારભ થયો હતો.પરીક્ષાનો પહેલો દિવસ હોવાથી પરીક્ષા કેન્દ્વની બહાર વિદ્યાર્થીઓને કુમકુમ લગાડીને અને મોં મીઠુ કરીને સ્વાગત કરાયુ હતુ. પહેલા સેશનમાં ધો- ૧૦ની ગુજરાતીની પરીક્ષા હતી. વિદ્યાર્થીઓ પેપર સેટરે તૈયાર કરેલા પ્રશ્નોને જોઇને ખુશ થઇ ઉઠયા હતા.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપર એટલુ સહેલુ પુછાયુ હતુ કે ત્રણ કલાક કયાં ચાલ્યા ગયા તેની ખબર જ ના પડી હતી. બપોરના સેશનમાં ધો-૧૨ સામાન્ય પ્રવાહનું એકાઉન્ટનું તથા વિજ્ઞાન પ્રવાહનું ફિઝીકસનું પેપર હતુ. પરીક્ષા પત્યા બાદ પેપર આપીને બહાર નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા. આજની પરીક્ષામાં ધો-૧૦ અને ૧૨ બોર્ડ મળીને કુલ્લે ૧૩૭૦૧૮ વિદ્યાર્થીઓમાંથી ૧૩૫૯૦૪ વિદ્યાર્થીઓ હાજર રહયાં હતા. અને ૧૧૧૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતા. આજની પરીક્ષામાં સમ્રગ રાજયમાંથી સુરત જિલ્લામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરત જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન.રાઠોડના જણાવ્યા મુજબ પહેલા દિવસે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સંપન્ન થઇ હતી. ગેરરિતીનો એક પણ કેસ નોંધાયો ના હતો. અને કોઇ પરીક્ષા કેન્દ્વ પરથી કોઇ ફરિયાદ મળી ના હતી. લાજપોર જેલમાં છ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી બોર્ડની પરીક્ષા માટે સુરત નજીકની લાજપોર ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ પરીક્ષા કેન્દ્વ શરૃ કરાયુ છે. આ પરીક્ષા કેન્દ્વમાં પણ પેપરો લઇને સરકારી પ્રતિનિધિ મોકલવામાં આવ્યા હતા.જેલમાં જ અલગ થી પરીક્ષા કેન્દ્વો શરૃ કરાયા હતા. અને ગેરરિતી ના થાય તે માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા હતા.સુત્રોના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓને જામીન મળી ગયા છે. છતા કાચા કામના કેદી વખતે પરીક્ષાના ફોર્મ ભર્યા હોવાથી સરકારની ખાસ સુચનાથી પરીક્ષા આપવા દેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને ફફડાટ હતો તે ફિઝીક્સનું પ્રશ્નપત્ર જરાયે ટ્વીસ્ટ કર્યા વગરનું પુછાતા રાહત આજની પરીક્ષા અંગે શિક્ષક મહેશ શયાણીના જણાવ્યા મુજબ ધો- ૧૦નું ગુજરાતીનું પેપર એકદમ સરળ પુછાયુ હતુ. ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં એમસીકયુ અને ટુકા પ્રશ્નો થોડા વિચારીને લખવા પડે તેવા પુછાયા હતા. બાકી પેપર સરળ હતુ.જયારે ૧૨ વિજ્ઞાાન પ્રવાહના ફિઝીકસના પેપરને લઇને વિદ્યાર્થીઓ થોડા ચિંતિત હતા. પરંતુ જયારે પેપર હાથમાં આવ્યુ ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશી છવાઇ ગઇ હતી. કેમકે આખુ પેપર એકદમ સરળ પુછાયુ હતુ.તમામ પ્રશ્નો ટેકસમાંથી જ પુછાયા હતા.વળી પેર્ટન પણ ચેન્જ કરી ના હતી. અને પ્રશ્નો પણ ટવીસ્ટ કરીને પુછાયા ના હતા.આથી પેપર એકદમ સરળ પુછાયુ હતુ. આ પેપરને લઇને વિદ્યાર્થીઓને ચિંતા હતી કે આ પેપરમાં માર્કસ આવશે કે નહીં ? પરંતુ વિદ્યાર્થીઓ માટે આ પેપર સ્કોરીંગ સાબિત થશે. આમ પહેલા જ દિવસે ત્રણેય પેપરો સરળ પુછાતા વિદ્યાર્થીઓનું ટેન્શન હળવુ થઇ ગયુ હતુ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"