કોલંબો,તા.૫
શ્રીલંકાની ઘરેલૂ ક્લબ નોનડેસ્ક્રપ્તિસ ક્રિકેટ ક્લબનાં કેપ્ટન એંજેલો પરેરાએ એક જ શ્રેણી મેચમાં બે ડબલ સદીઓ જમાવીને ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. આ ક્રિકેટનાં ઇતિહાસમાં માત્ર બીજા એવો મોકો છે કે જ્યારે કોઇ ક્રિકેટરે એક જ પ્રથમ શ્રેણી મેચમાં બે ડબલ સદીઓ કરી છે. એક વેબસાઇટનાં રિપોર્ટ અનુસાર, આ પહેલાં ૧૯૩૮માં ઇંગ્લિશ કાઉંટી કેંટનાં ક્રિકેટર આર્થર ફૈગે એસેક્સ વિરૂદ્ધ ૨૪૪ અને નાબાદ ૨૦૨ રનની ઇનિંગ્સ રમી હતી.
પરેરાએ શ્રીલંકાની પ્રથમ શ્રેણી પ્રીમિયર લીગનાં આઠમા સ્ટેજનાં મેચમાં સિંહલી ક્રિકેટ ક્લબ વિરૂદ્ધ ચાર દિવસની મેચની પહેલી ઇનિંગ્સમાં ૨૦૩ બોલ પર ૨૦૧ રન બનાવ્યાં અને બીજી ઇનિંગ્સમાં ૨૬૮ બોલ પર ૨૩૧ રન બનાવ્યાં.
એસસીસીનાં મેદાનની પિચ જા કે વઘુ ફ્લૈટ છે પરંતુ તેમ છતાં પરેરાનું આ પ્રદર્શન એક સારા બોલરનાં આક્રમણની સામે પ્રગટ થયું છે કે જેમાં ધમિકા પ્રસાદ અને સચિત્રા સેનાનાયકે જેવાં બોલર છે કે જે શ્રીલંકાને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમત રમી ચુકવ્યા છે. પ્રીમિયર લીગની આ સીઝનમાં અનેક ક્રિકેટરોએ ડબલ સદીઓ કરી છે. પરેરા જા કે પહેલા એવાં ક્રિકેટર છે કે જેઓએ બે ડબલ સદી કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



