મુંબઈ,તા.૨૨
બોમ્બે હાઈકોર્ટે ૩૩ વર્ષની એક મહિલાને તેના ૩૦ સપ્તાહના ગર્ભના એબોર્શન માટે મંજૂરી આપી હતી. મેડિકલ ઇતિહાસમાં ભાગ્યે જ આવા પ્રકારની મંજૂરી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગર્ભાવસ્થામાં કેટલા મહિના સુધી એબોર્શન કરવું યોગ્ય ગણાય તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા સમયથી સંશોધન શરુ છે. તેવા સમયે મુંબઈ હાઈકોર્ટે સ્પેશિયલ કેસ અંતર્ગત આ પ્રકારની છૂટ આપી હતી. આ કેસમાં મહિલાના મેડિકલ પરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભ્રૂણના મગજ અને કરોડરજ્જુનો વિકાસ યોગ્ય થયો નથી જેના કારણે માતાના જીવ સામે જાખમ ઉભુ થવાની પણ શકયતા હતી.
આ કેસની વિગત જાતા એડિ. જઓક અને જસ્ટિસ એ.એસ. ગડકરીએ મહિલા દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાને રાખીને નાસિકના એક પ્રાઇવેટ કિલનિકમાં એબોર્શનની મંજૂરી આપી દીધી છે. મહિલાને પહેલાથી જ એક પાંચ વર્ષનો બાળક છે જેને ડોઉન સિંડ્રોમ છે. આ કારણે મહિલા અને તેના પતિએ કોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો અને ગર્ભપાતની મંજરી માગી હતી. તેમણે કોર્ટને કહ્યું કે હાલ તેઓ પહેલાથી જ એક દિવ્યાંગ બાળકની દેખભાળ કરી રહ્યા છે અને તેવામાં જા આ કેસમાં પણ જાણીજાઈને તેમની ગર્ભાવસ્થાને આગળ વધવા દેવામાં આવશે તો ભવિષ્યમાં તેઓ વધુ શારીરિક અને માનસિક ભાવનાત્મક આઘાત અનુભવશે.
ગર્ભાપાત કાયદો એટલે કે સિએકટ અંતર્ગત કોઈ એક ડોકટરની સલાહ પર ૧૨ સપ્તાહ સુધી ગર્ભપાત કરાવી શકાય છે. જયારે ૧૨-૨૦ સપ્તાહના ગર્ભ માટે બે ડોકટર્સની સલાહ લેવી ફરજીયાત છે. જયારે ૨૦ સપ્તાહથી મોટા ગર્ભના એબોર્શનની મંજૂરી કોર્ટ ત્યારે જ આપે છે જયારે ગર્ભાવસ્થાને આગળ વધારવાથી માતા અથવા શીશુના જીવનને મૃત્યુભય હોય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



