સ્વીડનમાં પાયલટો સાત દિવસથી હડતાળ પર : ૪૦૦૦ ફ્લાઇટ્‌સ રદ્દ

0
7

કોપનહેગન,તા.૨
સ્કેંડિનેવિયન એરલાઈન(SAS)ના ૧,૪૦૯ પાયલટ્‌સની હડતાળના કારણે સ્વીડન, નોર્વે અને ડેનમાર્કના ૩ લાખ ૮૦ હજાર મુસાફરો પ્રભાવિત થયા છે. એરલાઈન ગત શુક્રવારથી અત્યાર સુધીમાં ૪૦૦૦ ફલાઈટ્‌સ રદ કરી ચૂકી છે. જાકે મેનેજમેન્ટ અને પાયલટ્‌સની વચ્ચે બુધવારે મિટિંગ શરૂ થઈ હતી પરંતુ અત્યાર સુધીમાં કોઈ પરિણામ આવ્યું નથી.
એરલાઈન સતત ફલાઈટ્‌ રદ કરી રહી છે. ગુરૂવારે ૭૦૯ ફલાઈટ રદ કરવાની જાહેરાત બુધવાર રાત સુધીમાં કરવામાં આવી હતી. તેનાથી ૫૪,૫૯૦ મુસાફરોને અસર થશે.
એસએએસના પાયલટ્‌સે ગત શુક્રવારે સ્વીડન, ડેનમાર્ક અને નોર્વેમાં હડતાળ શરૂ કરી દીધી હતી. તે વેતન-સુવિધાઓ વધારવા અને ડ્યુટી શિડ્યુઅલમાં સુધારાની માંગ કરી રહી છે.
પાયલટ્‌સ અને એરલાઈનના મેનેજમેન્ટની મધ્યસ્થતા કરી રહેલા મેટ્‌સ વિલહેમ રૂલૈંડે બુધવારે જણાવ્યું કે બંને પક્ષોમાં ખૂબ જ ગતિરોધ છે. જાકે બંનેએ મિટિંગ ચાલુ રાખવાના સંકેત આપ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY