શ્રીનગર,તા.૨
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (એનએચ-૪૪) પર શ્રીનગર-બારામુલ્લા માર્ગ પર નાગરિકોની અવરજવર પરનો પ્રતિબંધ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે સંપૂર્ણપણે ઉઠાવી લીધો હતો. અઠવાડિયામાં બે દિવસ બુધવાર-શનિવાર માટે નાગરિકોની અવરજવર પર સુરક્ષાના કારણસર ગત મહિને પ્રતિબંધ મૂક્્યો હતો. તેનો વિપક્ષોએ ભારે વિરોધ કર્યો હતો. સુરક્ષાદળોની હેરફેર સરળ બનાવવાના હેતુથી વહીવટીતંત્રે નિર્ણય લીધો હતો જે હવે ઉઠાવી લેવાયો છે, ૨ મેથી અમલી બનશે. નાગરિકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં જાકે, શ્રીનગર-ઉધમપુર માર્ગ વચ્ચેનો પ્રતિબંધ ચાલુ રહેશે.
પુલવામા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોને મોટા પ્રમાણમાં ખડકલો કરવાનો હોવાથી તેઓને પસાર કરવું સરળ અને સુરક્ષિત રહે તે માટે આમ નાગરિકની અવરજવર પર બે દિવસ માટે પ્રતિબંધ લગાવ્યો હતો. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ હતી. પ્રતિબંધ વિશે સમયાંતરે સમીક્ષા કરાશે.
ગત મહિને નાગરિકોના ટ્રાફિક પર બે દિવસ માટે પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો નેશનલ કોન્ફરન્સ, પીડીપીએ વિરોધ કર્યો હતો. કુલગામ અને અનંતનાગમાં ચૂંટણી સફળપણે પૂર્ણ થઈ હતી. તેથી સુરક્ષાદળોની સંખ્યા ઘટાડાશે. આ બધું ધ્યાનમાં લઈને હાઈવે પર નાગરિકોની અવરજવરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





