રાજપીપળા ખાતે માછી સમાજનો 30 મો સમુહ લગ્નોત્સવ યોજાયો

0
113

રાજપીપળા : રાજપીપળા ખાતે માછી સમાજના સમૂહ લગ્ન યોજાયા આમ તો કેટલાક માલેતુજાર પોતાના દીકરા દીકરીઓના લગ્નમાં અઢળક ખર્ચ કરતા હોય છે જ્યારે કેટલાક ગરીબ લોકો પોતાની તાકાત મુજબ ખર્ચ કરી સંતોષ માણતા હોય છે જેમાં સમૂહ લગ્ન એક ઉત્તમ માધ્યમ કહી શકાય

રાજપીપળા ખાતે માછી સમાજ યુવક મંડળ દ્વારા સતત 30 માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં નવ જોડાઓએ પ્રભુતાં પગલાં માંડ્યા હતા અને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી

રાજપીપળા એમ આર વિદ્યાલય ખાતે માછી સમાજ યુવકમંડળ દ્વારા 30 મો સમુહલગ્નોત્સવ યોજાયો જેમાં નવવધુઓને દાતાઓ તરફ થી ઘણી જીવન જરુરી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.સાથે સમાજના વડીલો સહીત પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ અને માજી પ્રમુખ તેમજ વર્તમાન કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલ એ પણ ખાસ હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને માછી સમાજના યુવાઓ તેમજ વડિલો સહિત નાઓએ સેવા આપી આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો

સમૂહ લગ્ન દ્વારા સમાજમાં થતા કુરિવાજો દૂર કરી શકાય છે ઉપરાંત ગરીબ પરિવાર ગર્વ ભેર પોતાના સંતાનને પરણાવી શકે છે તેમજ સમાજનો મોટો એવો ખર્ચ પણ બચાવી શકાય છે ઉપરાંત સમાજ ના દરેક વ્યક્તિ એક જગ્યાએ ભેગા મળે જેથી સમાજ ના લોકોનમાં પ્રેમ ભાવ અને એકતા પણ વધે છે અને તેથી સમાજનો વિકાસ પણ થાય છે.માટે સમૂહ લગ્નનું આયોજન કરતા દરેક સમાજ ના આગેવાનો ની આ માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.ત્યારે માછી સમાજના આ સમૂહ લગ્નનું આયોજન સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ આર માછી અને મહામંત્રી મહેન્દ્રભાઈ પી માછી સહીત અન્ય હોદ્દેદારો અને સભ્યો એ સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY