એકતા રથયાત્રા બે તબક્કામાં ગામડે ગામડે પરિભ્રમણ કરશે

0
225

સુરત, તા. ૧૮
આ ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’નું ઉદ્દધાટન એક સંભારણુ બને તેમજ સરદાર પટેલનો સંદેશ લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવા માટે આગામી તા.૨૦/૧૦/૨૦૧૮ થી તા.૨૯/૧૦/૨૦૧૮ તથા બીજા તબક્કામાં ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૨૪/૧૧/૨૦૧૮ દરમિયાન સુરત જિલ્લાભરમાં એકતા યાત્રાના ત્રણ રથો ગામે ગામ ધુમશે. દરેક ગામમાં એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં રથ નં.૧ તા.૨૦/૨૧/૨૨મીના રોજ બારડોલી તાલુકામાં, તા.૨૩/૨૪મીએ પલસાણા, તા.૨૫,૨૬,૨૭મીએ મહુવા, તા.૨૮ અને ૨૯મીના રોજ કામરેજ તાલુકામાં ફરશે. રથ નં.૨ તા.૨૦ થી ૨૨ દરમિયાન માંડવી તાલુકામાં, તા.૨૪ થી ૨૬ દરમિયાન ઉમરપાડા, તા.૨૭ થી ૨૯મીના રોજ માંગરોલ તાલુકામાં તથા રથ નં.૩ તા.૨૦ થી ૨૨ દરમિયાન સુરત મહાનગરપાલિકામાં, તા.૨૩ થી ૨૬ દરમિયાન ઓલપાડ તાલુકામાં તથા ૨૭ થી ૨૯મીના રોજ ચોર્યાસી તાલુકામાં ફરશે.
એકતા યાત્રાના ત્રણ રથો બીજા તબક્કામાં રથ નં.૧ તા.૧૫ થી ૧૭ નવેમ્બરના રોજ બારડોલી તાલુકામાં, તા.૨૮/૧૯મીએ પલસાણા, તા.૨૦ અને ૨૧ના રોજ કામરેજ, તા.૨૨ થી ૨૪ દરમિયાન મહુવા, રથ નં.૨ તા.૧૫ થી ૧૮ દરમિયાન માંડવી તાલુકામાં, તા.૧૯ થી ૨૧ દરમિયાન ઉમરપાડા, તા.૨૨ થી ૨૪મીના રોજ માંગરોલ તાલુકામાં તથા રથ નં.૩ તા.૧૫ થી ૧૭ દરમિયાન કામરેજ, તા.૧૮ થી ૨૧ દરમિયાન ઓલપાડ તાલુકામાં તથા ૨૨મી નવેમ્બર રોજ ચોર્યાસી તાલુકામાં ફરશે. રથ નં.૩ તા.૨૩ અને ૨૪ કામરેજ તાલુકામાં ફરશે.
આ એકતા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પર્ધાઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે. ગામોમાં રાત્રી દરમિયાન કૃષિ વિષયક માહિતી, ખેડૂત સભા પણ યોજાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY