લખનૌ,તા.૨૦
એક હિન્દુ-મુસ્લિમ કપલની પાસપોર્ટ અરજી લખનઉ પાસપોર્ટ ઓફિસરે નકારી દીધી હોવાથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ કર્યાના એક દિવસ પછી પાસપોર્ટ અધિકારીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેની પત્ની તન્વી સેઠે ૨૦૦૭માં લગ્ન કર્યા હતા અને તેમણે લખનઉમાં પાસપોર્ટ માટે અરજી કરી હતી. સમગ્ર વિવાદની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને જાણ થતાં તેમની દખલગીરી પછી કપલનો પાસપોર્ટ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો છે.
તન્વીનો આરોપ છે કે, પાસપોર્ટ ઓફિસર વિકાસ મિશ્રાએ તમને નામ બદલવાની અને સિદ્દીકીને ધર્મ બદલવાનું કહ્યુ હતું. સમગ્ર વિવાદ પછી રિજનલ પાસપોર્ટ ઓફિસરે જણાવ્યું છે કે, આ કપલનો પાસપોર્ટ ઈશ્યુ કરી દેવામાં આવ્યો છે. જે ઓફિસરે આવુ વર્તન કર્યું હતું તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
આ વિશે કપલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ અને ઈમેલ કરીને ફરિયાદ કરી હતી. કપલે તેમની ફરિયાદમાં કÌšં છે કે, પાસપોર્ટ ઓફિસરે તેમનું અપમાન કરીને શરમજનક સ્થિતિમાં મુક્યા છે. કપલની એક ૬ વર્ષની દીકરી પણ છે. આ વિશે તન્વીએ કહ્યુ છે કે, તેનું નામ બદલવું કે નહીં તે તેમનો પારિવારિક વિષય છે. આ વિશે પાસપોર્ટ અધિકારી તેમને કઈ ન કહી શકે.
કપલે ૧૯ જૂનના રોજ પાસપોર્ટ માટે અરજી કરી હતી અને ૨૦ જૂને પાસપોર્ટ કાર્યાલયમાં અપોઈન્ટમેન્ટ લેવા ગયા હતા. અપોઈન્ટમેન્ટના દિવસે પાસપોર્ટ ઓફિસમાં કપલે ઈન્ટરવ્યુના બે સ્ટેજ ક્રોસ કરી લીધા હતા. પરંતુ કાઉન્ટર-સી ઉપર તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તન્વીનો કાઉન્ટર-સી ઉપર પહેલા નંબર આવ્યો હતો. તન્વીના જણાવ્યા પ્રમાણે મિકાસ મિશ્રા નામના અધિકારીએ જ્યારે ડોક્યુમેન્ટ્સમાં પતિના નામ તરીકે મોહમ્મદ અનસનું નામ જાયું તો તે બુમો પાડવા લાગ્યો હતો. અધિકારીએ તન્વીને કહ્યુ કે, તેણે અનસ સાથે લગ્ન ન કરવા જાઈએ. આ વાત સાંભળીને તન્વી રડવા લાગી હતી. ત્યારપછી અધિકારીએ તન્વીને તેના દરેક ડોક્યુમેન્ટમાં નામ બદલવાનું કÌšં હતું.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



