વેફરની લાલચ આપી આધેડે બાળકીને અડપલાં કરતા ખળભળાટ

0
9

કોટડાસાંગાણી,તા.૧
કોટડાસાંગાણીના રાજપરા ગામે સાત વર્ષની બાળકીને વેફર ખવડાવવાની લાલચ આપી ૫૦ વર્ષનો શખ્સ રમેશ દેવજી વાઘેલાએ અડપલાં કરતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે.
૭ વર્ષની બાળકી રિસેસના સમયે સ્કૂલેથી તેમની બહેનપણી સાથે ઘરે આવતી હતી ત્યારે રમેશે બાળકીને વેફર ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ પહેરેલ વસ્ત્રો તોડી નાખી ગુપ્ત ભાગે અડપલાં કરતા બાળકીને ગુપ્ત ભાગે ઈજાઓ થવા પામી હતી. બનાવના બીજા દિવસે માતાને બાળકીએ પહેરેલ વસ્ત્ર તૂટેલી હાલતમાં જાવા મળતા તેમની માતાએ ઠપકો આપી જણાવ્યું હતું કે કેમ આ વસ્ત્ર તૂટેલું છે ત્યારે બાળકી રડવા લાગી અને સમગ્ર બનાવની જાણ કરતા માતાના હોંશ ઉડી ગયા હતા.
બાદમાં માતાએ બાળકીના શરીરે ચેક કરતા પીઠના ભાગે ઢીકા મારેલાના નિશાન જ્યારે ગુપ્ત ભાગે પણ નિશાન જાવા મળતા કામ પર ગયેલા તેમના પતિને ઘરે બોલાવી સમગ્ર બનાવની વાત કરતા તેમના પણ હોંશ ઉડી ગયા હતા. સમગ્ર બનાવને લઈને માતા-પિતાએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશને દોડી જઇ આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવ્યું હતું અને આરોપી રમેશ વિરૂદ્ધ આઈપીસી ૩૫૪ (ક) તેમજ પોક્સો ૫(કે)(એમ)૬ મુજબ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY