માં જેવું જેનું સ્તર એટલે માસ્તર : મનીષ દોશી
અંકલેશ્વર, તા.૨૭
૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંકલેસ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાઈ જેમાં મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ કોîગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડા÷. મનીષ દોશીએ ધ્વજવંદન કરી ઉપસ્થિત વિદ્યાર્થીઅો, વાલીઅો અને અન્ય મહેમાનોને સંબોધતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, વર્ગખંડનો શિક્ષક સિવાય ભારતનું ભવિષ્ય કોઈ બનાવી નાં શકે. શિક્ષાથી જ દેશ પ્રગતિ કરશે. શિક્ષક જેટલો મજબૂત હશે, એટલો જ દેશ મજબૂત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, માસ્તર એટલે જેનું સ્તર માં જેવું તે માસ્તર તેમણે શિક્ષક અને શિક્ષા પર વધુ ભાર આપી સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. સમારંભના અતિથિ વિશેષ અબરાર કાગઝીએï સૌને શુબેચ્છા પાઠવી વિદ્યાર્થીઅો સારૂ શિક્ષણ મેળવે એના ઉપર ભાર મુક્યો હતો. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સંસ્થાના પ્રમુખ નાજુ ફડવાલા સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




