ક્રાઇસ્ટર્ચ,તા.૧૫
ન્યૂઝીલેંડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં આજે શુક્રવારે કરવામાં આવેલા ગોળીબારમાં સર્જાયેલા સામુહિક હત્યાકાંડે દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી છે. શહેરની ૨ મસ્જીદોમાં હુમલાખોરે આડેધડ ગોળીબાર કરીને ૪૯ લોકોની હત્યા નિપજાવવામાં આવી છે. આ હુલમાખોરનું માન બ્રેંટન ટૈરેંટ છે, તેણે હુમલાનું ફેસબુક પર લઈવસ્ટ્રીમિંગ પણ કર્યું હતું. ટેરેંટે ગઈ કાલે ગુરૂવારે રાત્રે જ ફેસબુક પોસ્ટ કરીને હુમલાની વાત કરી હતી. આ મામલે ટેરેંટ સહિત ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલા પણ શામેલ હતો.
ઓસ્ટ્રેલિયામાં જન્મ્યો છે હુમલાખોર
૨૮ વર્ષનો મુખ્ય હુમલાખોર બેંટન ટેરેંટ ઓસ્ટ્રેલિયામાં જન્મેલો છ. તેણે પોતાના ઈરાદાઓ જાહેર કરતો ૩૭ પાનાનો એક મેનિફેસ્ટો પણ લખ્યો છે, જેનું શિર્ષક છે -‘ધ ગ્રેટ રિપ્લેસમેંટ’ એટલે કે મહાન પરિવર્તન. તેણે આ મેસેજ એક બોર્ડ વેબસાઈટ પર પોસ્ટ પણ કર્યો હતો. માટે અત્યાર સુધીમાં બ્રેંટન ટૈરેંટને લઈને જે કોઈ પણ જાણકારી સામે આવી રહી છે તે તેની ફેસબુક પ્રોફાઈલ પર આપવામાં આવેલા પરિચય અને મેનિફેસ્ટો પર આધારીત છે.
હુમલાખોરે પોતાને ગણાવ્યો ‘સાધારણ શ્વેત વ્યકિત’
બ્રેંટન ટેરેંટે પોતાનો પરિચય ’૨૮ વર્ષના એક સાધારણ શ્વેત વ્યકિત’ તરીકે આપ્યો છે, જેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. ‘હુમલા કેમ કરવામાં આવ્યો’ આ શીર્ષક હેઠળ તેણે લખ્યું છે કે, આ ‘વિદેશી આક્રમનકારીઓ દ્વારા હજારો લોકોના મોત’નો બદલો લેવા માટે છે.
હુમલા પહેલા ફેસબુક પર આપી હતીએ ધમકી
ખાસ વાત એ છે કે, બ્રેંટન ટેરેંટેએ ગુરૂવારે રાત્રે જ ફેસબુક પર પોસ્ટ લખીને હુમલાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે એ પોસ્ટમાં દાવો પણ કર્યો હતો કે હુમલાને તે ફેસબુક પોસ્ટ પર લાઈવ દેખાડશે. તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, હું આક્રમણકારીઓ વિરૂદ્ધ હુમલા કરીશ અને ફેસબુક દ્વારા હુમલાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરીશ. હુમલા પહેલા પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, જા હું હુમલામાં જીવતો ના બચુ તો તમને મારી અલવિદા’.
૨ વર્ષ પહેલા ષડયંત્ર રચવાનો દાવો
૩૭ પાનાના દસ્તાવેજમાં હુમલાખોરે દાવો કર્યો છે કે, તે છેલ્લા ૨ વર્ષોથી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચતો હતો. તેણે એ પણ દાવો કર્યો છે કે, ૩ મહિના પહેલા જ તેણે હુમલાના સ્થળની પસંદગી કરી લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



