મુંબઇ,તા.૧૫
દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પાસે ગુરૂવારે સાંજે એક ફૂટ ઓવરબ્રિજ તૂટી પડતા છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ અન્ય ૩૪ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ફૂટ ઓવર બ્રિજ પાસે એક ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ ચાલુ હતી જ્યારે આ દુર્ઘટના ઘટી. જા દુર્ઘટના સમયે સિગ્નલ પર લાલ લાઈટ ચાલુ ન હોત તો મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની પૂર્ણ શકીયતા હતી.
ટ્રાફિક સિગ્નલ પર સિગ્નલ બંધ હોવાના કારણે ઉભેલા લોકોને તે સમયે કંટાળો આવતો હશે પરંતુ તે જ લાલ લાઈટ તેમના માટે ભાગ્યશાળી સાબિત થઈ છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન અને આઝાદ મેદાનને જાડતા આ બ્રિજને મુંબઈગરાઓ ‘કસાબ’ બ્રિજ કહે છે. આ બ્રિજ ટાઈમ્સ ઓફઈન્ડિયાની બિલ્ડિંગ નજીક આવેલો છે અને મુંબઈમાં જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ આતંક મચાવ્યો ત્યારે ફોટોગ્રાફરે અહીંથી કસાબને કેમેરામાં ઝડપી લીધો હતો.
આ ઘટનામાં પાંચ જણનાં મોત થયાં છે જ્યારે ૩૪ને ઈજા પહોંચી છે. રિપોર્ટ પ્રમાણે ઘવાયેલાઓમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક છે. મૃત્યુ પામેલામાં બે મહિલાની ઓળખ અપૂર્વા પ્રભુ (૩૫ વર્ષ) અને રંજના તામ્બે (૪૦ વર્ષ) તરીકે થઈ છે. આ બંને મહિલાઓ જીટી હોસ્પિટલમાં કામ કરતી હતી. ચોથા હતભાગી વ્યકિતનું નામ ઝાહિદ હોવાનું બહાર આવ્યું છે. જે લોકો કાટમાળમાં દબાયેલા હતા તેમની બચાવવાની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




