વિક્રમજનક ઉત્પાદન કરી ભારતના કૃષિ ક્ષેત્રએ દુનિયાને માર્ગ બતાવ્યો: મોદી

0
81

ન્યુ દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કૃષિ ઉન્નતિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ તેમણે ૨૫ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની પણ આધારશીલા રાખી હતી. આ પ્રસંગે વડાપ્રધાન પ્રદુષણ નાથવા માટે ખેડુતોને અપીલ કરી હતી.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, આ પ્રકારના ઉન્નતિ મેળાની ન્યૂ ઈન્ડીયામાં જરૂર છે. દેશમાં આજે હજારો ખેડુતો ટેક્નોલોજીની મદદથી આગળ વધી રહ્યાં છે. આજે અનેક રાજ્યો વિક્રમજનક ઉત્પાદન કરી રહ્યાં છે. દેશમાં દૂધ, દાળ, ઘઉંનું વિક્રમી ઉત્પાદન થઈ રÌšં છે. આપણા દેશનું કૃષિ ક્ષેત્ર દુનિયાને માર્ગ બતાવનારૂ છે. આપણે એ ન ભુલવું જાઈએ કે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશમાં અનાજ ઉત્પાદનની શું સ્થિતિ હતી. આપણો અન્નદાતા આપણને એ સંકટભર્યા કાળમાંથી બહાર લાવ્યા છે.
આ સાથે પ્રદુષણ નાથવા વડાપ્રધાને ખેડુતોને અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, ધરતી ખેડુતોની માતા છે, તેને સલગાવો નહીં. ખેડુતો પરાળી ન સળગાવે. પરાળીને મસીન દ્વારા હટાવવામાં આવે તો તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. પીએમ મોદીએ કહ્યુ હતું કે, જ્યારે આપણે Crop Residue ને સળગાવી દઈએ છીએ તો જરૂરી તત્વો સળગીને હવામાં ભળી જાય છે. જ એનાથી પ્રદુષણ તો થાય જ છે, ખેતરની માટીને પણ નુંકશાન થાય છે.
પીએમ મોદીએ કહયું હતું કે કેન્દ્ર સરકાર ખેડુતોની આવક બમણી કરવા સતત પ્રયાસરત છે. પરંતુ સમય સાથે જે પડકારો ખેતી સાથે જાડાતા ગયા, તે આજના સમયમાં ખુબ જ મહત્વની બાબત છે. પ્રધાનમંત્રી કિસાન વીમા યોજનાના કારણે ખેડુતોને લાભ થયો છે. આજે દેશમાં ૧૧ કરોડથી પણ વધારે સાઈલ હલ્થ કાર્ડ વહેચવામાં આવ્યાં છે. સાઈલ હેલ્થ કાર્ડ મારફતે મળી રહેલી જાણકારીના આધારે જે ખેડુત ખેતી કરે છે, તેમની આવક વધવાની સાથે સાથે ખાતર પરનું ભારણ પણ ઘટ્યું છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત દરેખ ખેતરમાં પાણીના વિઝન સાથે કામ કરવામાં આવે છે. જે સિંચાઈ પરિયોજના દાયકાઓથી અધૂરી રહી હતી, તેને ૮૦ હજાર કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કરીને પૂરી કરવામાં આવી. આ બજેટમાં ‘ઓપરેશન ગ્રીન્સ’ની જાહેરાત કરવામાં આવી હતી, તે પણ નવી સપ્લાઈ ચેન વ્યવસ્થા સાથે જાડાઈ છે. આ ફળ અને શાકભાજીઓ પેદા કરનારા અને ખાસ કરીને ખેડુતો માટે લાભદાયક રહેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY