રાજ્યસભાના ૮૭ ટકા ઉમેદવારો કરોડપતિ,મહેન્દ્ર પ્રસાદ સૌથી અમીર ઉમેદવાર

0
118

ન્યુ દિલ્હી,
તા.૨૨/૦૩/૨૦૧૮

રાજ્યસભાની આગામી ચૂંટણી લડી રહેલા ૮૭ ટકા ઉમેદવાર કરોડપતિ છે. જેમાં મહેન્દ્ર પ્રસાદ ૪,૦૭૮ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી અમીર ઉમેદવાર છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (છડ્ઢઇ) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. એક પ્રકાશન અનુસાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચન પાસે ૧૦૦૧ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તી છે. જનતા દલ સેક્યૂલર ના બી.એમ.ફારૂક પાસે ૭૬૬ કરોડ રૂપિયાથી વધારેને સંપત્તિ છે. તો કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી પાસે ૬૪૯ કરોડ રૂપિયાથી વધારેને સંપત્તિ છે. જ્યારે ટીડીપીના સી.એમ. રમેશ પાસે ૨૫૮ કરોડ રૂપિયાથી વધારેને સંપત્તિ છે.

પ્રકાશન અનુસાર બીજેડીના અચ્યૂતાનંદ સામન્નતાના એફિડેવિટ અનુસાર તેમની પાસે સૌથી ઓછી ૪.૯૬ લાખ રૂપિયાની સંપત્તિ છે. આ આંકાડા ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા શપથપત્રના આધાર પર છે. જણાવી દયે કે ૨૩ માર્ચ શુક્રવારે રાજ્યસભા માટે ૧૬ રાજ્યોમાંથી ૬૪ ઉમેદવારો ચૂંટવામાં આવશે.

એડીઆર દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચન અનુસાર ૧૬(૨૫%) ઉમેદવારો વિરૂદ્ધ ક્રિમિનલ કેસ અને ૮(૧૩%) ઉમેદવારો વિરૂદ્ધ અપહરણ, હત્યા, લૂંટ અને ચોરી જેવા ગંભીર ક્રિમિનલ કેસ ચાલી રહ્યાં છે.

૬૨માંથી ૬૩ ઉમેદવારોના ટેડા વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે ભાજપના ૨૯માંથી ૨૬ ઉમેદવાર, કોંગ્રેસના ૧૧માંથી ૧૦ ઉમેદવાર, તૃણમૂલ કોંગ્રેસના ૪માંથી ૩ ઉમેદવાર, તેલંગના રાષ્ટ સમિતિના ૩ માંથી ૩ ઉમેદવાર, જનતા દલ યૂનાઇટેડના ૨માંથી ૨ ઉમેદવાર અને સમાજવાર્ટી પાર્ટીના જયા બચ્ચન આ તમામ ઉમેદવારો કરોડપતિ છે. આ કુલ ૬૩ ઉમેદવારોની સરેરાસ સંપત્તિ ૧૨૨.૧૩ કરોડ આંકવામાં આવી છે.

મહેન્દ્ર સિંહને પાર્લામેન્ટ સૌથઈ અમીર માણસ માનવામાં આવે છે. જે બાદ સૌથી અમીર વ્યક્ત માથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચન છે. જેમની પોતાની કુલ સંપત્તિ ૧૦૦૧ કરોડ જાહેર કરી છે.

ઉમેદવારોના શિક્ષણ વિશે વાત કરીએ તો કુલ ૭ ઉમેદવાર દસમા અને બારમા સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે ૫૫ ઉમેદવાર ગ્રેજ્યુએટ અથવા તો એનાથી પણ ઉપરની ડિગ્રી ધરાવે છે. કોઈ પણ ઉમેદવાર ૪૨ વર્ષથી ઓછી ઉમરના નથી ૩૬ ઉમેદવારોની ઉમર ૪૨ વર્ષથી લઈને ૬૦ વર્ષ વચ્ચે છે. જ્યારે ૨૫ ઉમેદવારોની ઉમર ૬૧ વર્ષથી ૮૦ વર્ષ વચ્ચે છે. કુલ ઉમેદવારોમાંથી ૫ મહિલાઓ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY